Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રાફેલ અંગે કેગનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલી દેવાયો

કેગનો રિપોર્ટ આજે સંસદમાં રજૂ કરવામાં આવશે : બુધવારના દિવસે જ બજેટ સત્રની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે કેગના રિપોર્ટને લઇને તમામ પક્ષોમાં ઉત્સુકતા વધી

નવી દિલ્હી, તા. ૧૧ : રાફેલ ડિલમાં અનિયમિતતાને લઇને ઘમસાણની સ્થિતિ જારી રહી છે. ભાજપ અને કોંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપો જારી છે. હવે કોંગ્રેસ પાર્ટીના આક્ષેપ વચ્ચે કેગે પોતાના અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દીધો છે. કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષો રાફેલ ડિલને લઇને સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ડિલ ઉપર તૈયાર કેગના રિપોર્ટને લઇને સંસદમાં રજૂ કરવા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મળેલી માહિતી મુજબ કેગે રાફેલ ડિલ ઉપર તૈયાર પોતાના રિપોર્ટ સત્તાવારરીતે રાષ્ટ્રપતિને મોકલી દીધો છે. કેગે પોતાના રિપોર્ટની એક કોપી રાષ્ટ્રપતિને અને બીજી કોપી નાણામંત્રાલયને મોકલી દીધી છે. એમ માનવામાં આવે છે કે, કેગે રાફેલ ઉપર ૧૨ ચેપ્ટરને લઇને આવરી લઇને વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. થોડાક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રાલય દ્વારા રાફેલ ઉપર વિસ્તૃત જવાબ અને સંબંધિત રિપોર્ટ કેગને સોંપવામાં આવ્યો હતો જેમાં ખરીદી પ્રક્રિયાની વિગત અને ૩૬ વિમાનોની કિંમતોની પણ માહિતી આપવામાં આવી છે. કેગનો આ રિપોર્ટ ખુબ વિસ્તૃત છે જેને પ્રોટોકોલ હેઠળ સૌથી પહેલા રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રપતિ ભવન તરફથી કેગનો અહેવાલ લોકસભા સ્પીકરની ઓફિસ અને રાજ્યસભાના ચેરમેનની ઓફિસમાં મોકલવામાં આવશે. બજેટ સત્રની બુધવારના દિવસે પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે એમ માનવામાં આવે છે કે, આવતીકાલે અથવા તો ત્યારબાદ રાફેલ ઉપર કેગનો અહેવાલ લોકસભા અને રાજ્યસભામાં મુકવામાં આવી શકે છે. સોમવારના દિવસે કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય પક્ષ તરફથી રાફેલ મંત્રણાનું નેતૃત્વ કરનાર એરમાર્શલ સિંહાના જવાબનો ઉલ્લેખ કરાયો છે. એક પોઇન્ટનો સાબિત કરવા માટે કેટલાક નોટ પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમે પોતાના અંતિમ રિપોર્ટ સોંપી દીધા છે. તેના ઉપર તમામ સાત સભ્યોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા છે. સરકાર રાફેલ જેટફાઇટર ડિલ અંગે મંગળવારના દિવસે રિપોર્ટ રજૂ કરશે.

સરકારે ફ્રાંસની કંપની પાસેથી ૩૬ રાફેલ ફાઇટર જેટ વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યા બાદથી જ હોબાળો થયેલો છે. કોંગ્રેસ પાર્ટીના આક્ષેપો છે કે, આમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વર્તમાન લોકસભા સત્રની બુધવારના દિવસે પૂર્ણાહૂતિ થાય તેના એક દિવસ પહેલા જ કેગનો રિપોર્ટ મંગળવારે રજૂ કરવામાં આવશે. ૧૬મી લોકસભાનું આ અંતિમ સત્ર છે ત્યારબાદ એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. પર્વ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ કહી ચુક્યા છે કે, આમા વ્યાપક વિરોધાભાષ દેખાય છે. કેગના વડા રાજીવ મહર્ષિ ડિલની ઓડિટ કરવાથી પોતાને દૂર કરી ચુક્યા છે.

(7:44 pm IST)
  • સુરતના ભાજપના કોર્પોરેટરનો લાંચ લેવાનો મામલો: જયંતિ ભંડેરીના બેંક ખાતાની તપાસ:એસીબીએ બે બેંકના લોકરમાં તપાસ કરી:વરાછા કો ઓપ. બેંકમાં 16 તોલા સોનુ જપ્ત:દેના બેંકનું ખાતું સીલ કરી ઓપરેટ નહિ કરવા આદેશ access_time 9:13 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • પ્રિયંકાની સક્રિય રાજકારણ બાદ સોશ્યલ મીડીયામાં પણ એન્ટ્રીઃ ટવી્ટર ઉપર સક્રિય થયા : priyankagandhi થી ટવી્ટર હેન્ડલ શરૂ કર્યું access_time 3:30 pm IST