Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

કેરળની ઘટના

૩૬ વર્ષની મહિલાએ ૯ વર્ષના સગીર પર આચર્યું દુષ્કર્મ

કોચી તા. ૧૧ : કેરળમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૩૬ વર્ષીય મહિલાએ ૯ વર્ષના બાળક પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

બાળકે જયારે એક કિલનિકના ડોકટર પાસે જઈને પોતાની આપવીતી વર્ણવતા સમઘ ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકની વાત સાંભળ્યા બાદ ડોકટરે ચાઈલ્ડલાઈન ઓથોરિટીને સૂચના આપી હતી. ત્યાર બાદ ઓથોરિટીએ બાળકનું નિવેદન નોંધીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાના પોસ્કો એકટની કલમ ૫ અને ૬ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ચાઈલ્ડલાઈનના જણાવ્યા પ્રમાણે, પીડિત સગીર સાથે એક બે વાર નહીં પણ છેલ્લા એક વર્ષથી તેનું શારીરિક શોષણ થઈ રહ્યું હતું. ચાઈલ્ડલાઈન કોઓર્ડિનેટર અનવર કરક્કદને જણાવ્યું હતું કે, અમે એ વાતની ખાતરી કરી છે કે મહિલાએ અનેક મહિનાઓથી ૯ વર્ષના સગીરનું શારીરિક શોષણ કર્યું છે જેના કારણે તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી. આરોપી પીડિત સગીરની સંબંધી જ છે અને તેના ઘરની નજીકમાં જ રહે છે. તેનિપલમ પોલીસના જણાવ્યા પ્રમાણે ચાઈલ્ડલાઈનના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત સગીર બાળક અને આરોપી મહિનાના પરિવાર વચ્ચે વિવાદ હોવાનું પણ સામે આવ્યું છે. માટે આ વિવાદનો બદલો લેવા માટે આ પ્રકારના આરોપો નથી લગાવવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.(૨૧.૩૧)

(3:55 pm IST)
  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST