Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મકબુલ બટના શબની ૩૫ વર્ષથી માંગણીઃ કાશ્મીરમાં આતંકી જુથો દ્વારા હડતાલ

જમ્મુ તા.૧૧: કાશ્મીરની રાજધાની શ્રીનગરના શહીદી ઇદગાહમાં આજે પણ એક કબર ખોદેલી રખાઇ છે અને તેમાં લાશ નથી. કબર પર તકતી લટકાવાયેલી છે અને તેમાં મકબુલ બટનું નામ લખાયેલું છે. ૩૫ વર્ષ પહેલા જેકેએલએફ નામના આતંકવાદી સંગઠનના સંસ્થાપક મકબુલ બટને ૧૧ ફેબ્રુઆરીએ તીહાર જેલમાં ફાંસી અપાઇ હતી. આ કબર તેના માટે ખોદવામાં આવી હતી પણ તેનું શબ કાશ્મીરમાં નહોતું અપાયું જેની માંગણી આજે પણ થઇ રહી છે. તેના શબની માંગણી સાથે ૧૧ ફેબ્રુઆરીએ કાશ્મીરમાં હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે.

મકબુલ બટને ફાંસી આપ્યા પછી તેના શબને તીહાર જેલની અંદરજ દફનાવી દેવાયું હતું. ત્યારે એવું કરવાનું કારણ એ વાતનો ડર હતો કે જો તેના શબને કાશ્મીર મોકલવામાં આવશે તો લોકોનો ઉશ્કેરાટ વધશે. જો કે તેમ કરવાથી પણ લોકો ઉશ્કેરાયા જ હતા.

૩૫વર્ષ પહેલા જયારે મકબુલને ફાંસી અપાઇ ત્યારે કાશ્મીરમાં વ્યાપક રીતે આંદોલન થયું હતું. તોડફોડ અને હિંસાનું ઉગ્રરૂપ પણ જોવા મળ્યું હતું. તે પછી પણ જે દિવસે તેને ફાંસી અપાઇ તેને શહીદી દિવસ રૂપે મનાવીને આતંકવાદીએ તરફથી હડતાલ જાહેર થતી રહે છે.

છેલ્લા ૨૩ વર્ષો સુધી આ સિલસિલો ચાલતો રહયો પણ ૧૨ વર્ષ પહેલા જયારે કોઇ આતંકવાદી સંગઠન તરફથી હડતાલનું આહવાન ન થયું ત્યારે તેણે નવું રૂપ ધારણ કર્યું હતું. જેકેએલએફે ત્યારે નક્કી કર્યું કે આ દિવસને શહીદી દિન તરીકે હડતાલ નહી પણ એક આંદોલન રૂપે મનાવવામાં આવશે અને તે આંદોલન એટલે મકબુલ બટને પરત મેળવવાનું આંદોલન.

(3:45 pm IST)