Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સરપ્લસ ફંડ આપવા RBIનો ઇન્કાર

૨૮૦૦૦ કરોડનું આપશે ડિવિડન્ડ : ૧૮મીએ નિર્ણય

મુંબઇ તા. ૧૧ : આરબીઆઇ તેમની પાસે પડેલી અતિરીકત રકમમાં સરકારને તરત ભાગીદારી આપશે નહીં. જો કે સેન્ટ્રલ બેંકની ઓડિટ કમિટિએ ચાલુ નાણાકીય વર્ષના મર્યાદિત ફાળવણીના આધાર પર સરકારને ૨૮ હજાર કરોડ રૂપિયાનું વચગાળાનો લાંભાશ આપવાનું નક્કી કરી દીધું છે. તેની ઘોષણા ૧૮ ફેબ્રુઆરીએ થનારી બોર્ડ મીટીંગમાં કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર આરબીઆઇની પાસે વર્ષોથી જમા થઇ રહેલા અતિરિકત રકમના એક ભાગની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર આ ભાગને 'એકસેસ રિઝર્વ્સ' એટલે કે જરૂરથી વધુ ભંડો કહે છે. રીઝર્વ બેંકની પાસે કેટલું રીઝર્વ હોય છે તેની કેપિટલ ફ્રેમવર્ક શું છે. તેના પર વિચાર માટે પૂર્વ આરબીઆઇ ગવર્નર વિમલ જાલાન કમિટિની ભલામણ વગર જ સરકારને ૪૦ હજાર કરોડ રૂપિયા આપવા યોગ્ય નહોતા. ૫ ફેબ્રુઆરીએ કોંગ્રેસ સાંસદ શૈલજા કુમારીના સવાલના જવાબમાં નાણા રાજ્યમંત્રી પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, સરકારે આરબીઆઇને ચાલુ નાણાકીય વર્ષના અતિરિકત ભંડાર સોંપવાનો આગ્રહ કર્યો છે. તેઓએ કહ્યું કે, સરકારે આરબીઆઇ એકટના સેકશન ૭ હેઠળ આગ્રહ કર્યો નહોતો. આ સેકશન સરકારે આરબીઆઇને નિર્દેશ આપવાનો અધિકાર આપે છે.(૨૧.૩૩)

(3:39 pm IST)