Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જમ્મુ-કાશ્મીરમાં ઉરી આર્મી કેમ્પ પાસે ફાયરીંગ

શંકાસ્પદ ૩ થી ૪ ત્રાસવાદી દેખાયા

જમ્મુ તા. ૧૧ : જમ્મુ-કાશ્મીરના ઉરીમાં હાલ આર્મી કેમ્પની પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. અહીં લાઇન ઓફ કંટ્રોલની પાસે હાજર મોહરા કેમ્પમાં કેટલાંક શંકાસ્પદ દેખાયા. પોલીસનું કહેવું છે કે સોમવારના રોજ સવારથી આર્મી યુનિટે કેટલાંક શંકાસ્પદોને જોયા, ત્યારબાદ સુરક્ષાબળોએ ઓપન ફાયરિંગ કર્યું. શંકાસ્પદ ગતિવિધિને જોતા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.પોલીસનું માનીએ તો તેમણે સવારે અંદાજે ત્રણ વાગ્યે બે લોકોને જોયા હતા. ફાયરિંગના કારણે કેટલાંક લોકો ઘાયલ થયા હોઇ શકે છે. પરંતુ હજુ સુધી કોઇ ડેડબોડી મળી નથી. પોલીસે હજુ સુધી કોઇપણ હુમલાની પુષ્ટિ કરી નથી.

(3:36 pm IST)