Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

કેરલમાં સીપીએમ સમર્થિત કન્નુરના મંદિરમાં દલિતોની એન્ટ્રી પર પ્રતિબંધ

સબરમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સીપીએમ સહિત અન્ય ડાબેરી પાર્ટીઓ કોર્ટના નિર્ણય પર સહમતિ વ્યકત કરી રહ્યાં છે

કન્નુર,તા.૧૧: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇ કેરલની સીપીએમ સરકારે ભલે જ પ્રગતિશીલ બતાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ સ્થિતિ બધી સ્થિતિઓ પર લાગુ પડતી નથી એક જાણિતા મંદિરની દેખરેખ સીપીએમ પાર્ટી તરફથી કરવામાં આવે છે પરંતુ તેમાં દલિતોને પ્રવેશ આપવામાં આવતો નથી સીપીએમની વિચારધારા સાથે જોડાયેલ પ્રબંધકોએ દલિતોને વાર્ષિક ઉત્સવથી દુર રાખ્યા છે.

હાલમાં અઝિકલ પંપાડી ઉત્સવ ચાલી રહ્યો છે અને આલિનકીઝિલ મંદિરમાં દલીતોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો આ ઉત્સવમાં પરંપરા રીતે દેવીને તસવારના ધરે લઇ જવામાં આવે છે.માનવામાં આવે છે કે તેમાં તમામ તામસિક શક્તિઓનો સંહાર કરી શકાય છે જો કે ક્ષેત્રના ૪૦૦ દલિત પરિવારોએ સામેલ થવાની ઇચ્છા વ્યકત કરી છતાં તેમને ઉત્સાવમાં ભાગ લેવા દેવામાં આવી રહ્યો નથી

કેરલ સ્ટેટ પટ્ટિકા સમાજમ (કેપીજેએસ)એ જણાવ્યું હતું કે પ્રદેશમાં ભેદભાવનો આ કોઇ પહેલો મામલો નથી આવું અન્ય અનેક ભાગોમાં થાય છે.વિડંબના તો એ છે કે સીપીએમની સરકાર હજુ પ્રદેશમાં છે.સીપીએમ સરકાર સબરીમાલામાં મહિલાઓના પ્રવેશના અધિકારને સમર્થન કરી રહી છે.આ મંદિરનું સંચાલનનું કામ પણ સીપીએમની વિચારધારાથી સહમિત રાખનાર વર્ગ કરી રહ્યાં છે પરંતુ દલિતોને તેનાથી દુર રાખવામાં આવ્યા છે.

મંદિરના મેનેજિંગ કમિટિના સેક્રેટરી પી પી ગંગાધરને કહ્યું હતું કે આ જાતિના આધાર પર ભેદભાવનો મામલો નથી બધાએ સમજવું જોઇએ કે રાતોરાત તો અમે મંદિરની દાયકાઓથી ચાલી આવતી પરંપરાને બદલી શકીએ નહીં. આ મામલો હજુ પણ કોર્ટમાં છે.(૯.૧૧)

 

(3:36 pm IST)