Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

લઠ્ઠાકાંડ : મૃત્યુઆંક ૧૧૬ થયો : યોગીએ SIT તપાસના આદેશ આપ્યા

દોષી અધિકારીઓને કરાયા સસ્પેન્ડ : ૨૧૫થી વધુની ધરપકડ કરાઇ

નવી દિલ્હી તા. ૧૧ : ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી અત્યાર સુધી ૧૧૨ લોકો મોતને ભેટ્યા છે. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કડક વલણનાં પગલે યુપી પોલીસે ૨૧૫થી વધુ લોકોની ધરપકડ કરી છે. સાથે જ યોગી સરકારે મામલાની તપાસ માટે ADG રેલવે સંજય સિંઘલની આગેવાનીમાં SITની રચના કરી છે. કુશીનગરનાં તમકુહીરાજનાં સીઓ અને સહારનપુરમાં દેવબંદનાં સીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી ૨૯૭ કેસ નોંધવામાં આવ્યા છે. તમામ અધિકારીઓનાં સસ્પેન્ડ કર્યા પછી રવિવારે ૪૬ પોલીસકર્મીઓને હાજર કરાયા હતા. ઝેરી દારૂ પીવાને કારણે સહારનપુરમાં ૫૨, મેરઠમાં ૧૮ અને કુશીનગરમાં ૧૦ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડનાં રૂડકી અને હરિદ્વારમાં ૩૨ લોકોનાં મોત થયા છે

રવિવારે લઠ્ઠાકાંડ પર યુપીનાં એકસાઈઝ મંત્રી જયપ્રતાપ સિંહે કહ્યું કે, સહારનપુર અને કુશીનગરમાં બનેલી ઘટનાઓ પાછળ કારણ અલગ-અલગ છે. સહારનપુરમાં લોકો એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્તરાખંડ ગયા હતા, જયાં તેમને ઝેરી દારૂનું સેવન કર્યુ હતુ. જયારે તેઓ પરત ફર્યા તો મૃત્યુઆંક વધી ગયો હતો. સિંહે જણાવ્યુ કે કુશીનગરમાં લઠ્ઠાનાં મુખ્ય આરોપી રજિંદર જેસવાલની ધરપકડ કરવામાં આવી છે. કુશીનગરનાં દોષી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

(3:34 pm IST)