Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસઃ ઉત્તર રેલ્વેની ૧૭ ટ્રેનો મોડી

દેશમાં ભારે ઠંડી, બરફ વર્ષા અને વરસાદની લપેટમાં સમગ્ર દેશ છે. ત્યારે ખાસ કરીને ઉત્તર ભારતના રાજયોમાં વધુ મુશ્કેલી છે. તેવામાં સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ છવાતા રેલ્વે ઉપર પણ તેની અસર પડી છે. ઉત્તર રેલ્વેની આજે ૧૭ જેટલી ટ્રેન મોડી ચાલી રહી છે.

 

(11:30 am IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST