Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

લખનૌમાં પ્રિયંકાનો ભવ્ય રોડ શો : ઠેરઠેર સ્વાગત

રાજકારણમાં પ્રિયંકાની ફુલટાઇમ એન્ટ્રી : મિશન યુપીનો દબદબાભેર પ્રારંભઃ ૧૫ કિમીનો રોડ શો : રાહુલ - સિંધિયા સહિતના નેતાઓ જોડાયા : ૩ દિવસનો ભરચક્ક કાર્યક્રમ

લખનૌ તા. ૧૧ : કોંગ્રેસ કાર્યકર્તાઓ જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે સમય અંતે આવી ગયો. મહાસચિવ પદની સાથે પૂર્વી યુપીની કમાન સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી પ્રથમ વાર લખનૌ આવી રહી છે. તેમની સાથે રાહુલ ગાંધી પશ્ચિમી યુપીનાઙ્ગ અને મહાસચિવ બનાવેલા જયોતિરાદિત્ય સિંધિયા પણ લખનૌ પહોંચ્યા.

ઙ્ગલખનૌમાં રાહુલ-પ્રિયંકાનો ૧૫ કિમિ લાંબો રોડ શો શરૂ થયો. ત્યારબાદ બપોર સુધીમાં કોંગ્રેસ ઓફિસ સુધી પહોંચશે. એરપોર્ટ થી મંદીને કોંગ્રેસ ઓફિસ વચ્ચે સંપૂર્ણ ૧૫ કિમી સુધી પ્રિયંકા ગાંધીના સ્વાગતની જબરદસ્ત તૈયારી કરવામાં આવી છે.માર્ગો પર પોસ્ટરો અને બેનરો લગાવામા આવ્યા છે. પ્રિયંકા ને બીજા ઇન્દિરા ગાંધી ગણાવનારા નારા પહેલેથી બુલંદ રહયા છે. હવે કોંગ્રેસનો પ્રિયંકાને યુપીની આંધી બનાવાનો પ્લાન છે. તેથી ઠેર-ઠેર ઇન્દિરા ગાંધીની તસ્વીર લગાવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા બાદ પ્રિયંકાએ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી. લખનૌ પહોંચ્યા બાદ તેમનો આવતા ત્રણ દિવસનો કાર્યક્રમ ખુબજ વ્યસ્ત રહેશે. આ દરમ્યાન સ્થાનિક નેતાઓ સીધા પ્રિયંકા ગાંધીની મુલાકાત કરશે. મુલાકાતના અંતિમ દિવસ એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ બેઠકોનો ધમધમાટ શરૂ થશે. અને યુપીના અનેક શહેરોની મુલાકાત કરશે.

જાણવા મળી રહ્યું છે કે લખનૌની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી એક મહિના સુધી પૂર્વી યુપીની પણ મુલાકાત કરશે.૧૮ઙ્ગ ફેબ્રુઆરી બાદ પ્રિયંકા ગાંધી પૂર્વી ઉત્તર પ્રદેશની મુલાકાત કરશે. તેની મુલાકાત ૩૦ દિવસોની રહેશે. દરરોજ એક દિવસ લોકસભામાં ક્ષેત્રમાં રોકાશે. આ દરમ્યાન પ્રિયંકા અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસી અને ગોરખપુર પણ જશે.પ્રિયંકા લોકોને મળશે અને રોડ શો અને સભાઓ કરશે.

પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે અમે હરાવાની લડાઈ નથી કરતા. આ સંવિધાન બચાવાની લડાઈ કરે છે. પ્રિયંકા ગાંધી આવી રહી છે. અમારા કાર્યકર્તાઓ, નેતાઓમાં ઉત્સાહ તેમના ચરમ પર છે.(૨૧.૯)

(10:25 am IST)
  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ફરી ઉલ્લંઘન : કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં એલઓસી પર પાકિસ્તાને ફરીથી ફાયરીંગ શરૂ કર્યુ છે access_time 3:39 pm IST