Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સર્જરી દરમ્યાન ડોકટર પેટમાં કાતર ભૂલી ગયેલા એ ત્રણ મહિને ખબર પડી

હૈદ્રાબાદ તા.૧૧: બન્યુ એવું કે મહિનાઓ પહેલાં હૈદરાબાદમાં નિઝામ ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિ હોસ્પિટલમાં ૩૩ વર્ષની એક મહિલા પેટના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયેલી. ગેસ્ટ્રોએન્ટરોલોજી ડિપાર્ટમેન્ટના સર્જયને તેનું ઓપરેશન કર્યું અને એ પછી રિકવરી આવી ગયા બાદ મહિલાને ઘરે જવાની છૂટ પણ મળી ગઇ. જો કે ઘરે ગયા પછી તેને પેટમાં થોડું-થોડું દુખ્યા કરતું હતું.  તે અવારનવાર હોસ્પિટલમાં ચેકઅપ માટે આવતી અને ડોકટરો તેને સર્જરી પછી આવું તો થાય એમ કહીને દવાઓ આપીને પાછી મોકલતા. ગયા અઠવાડિયે આખરે તેને પેટમાં શું ગરબડ છે એ સમજવા માટે એકસ-રે કાઢવામાં આવ્યો. એમાં ખબર પડી કે તેના પેટમાં આખેઆખી કાતર અંદર રહી ગઇ છે. સૌ ચોંકી ગયા અને તાબડતોડ મહિલાને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવીે સર્જરી કરીને કાતર કાઢી લેવામાં આવી. જો કે આ અક્ષમ્ય બેદરકારીની જાણ અને એની સારવાર છેક ત્રણ મહિના પછી થઇ. આ આખાય મામલામાં કેમ, શું અને કોની બેદરકારીને કારણે આવું બન્યું એ જાણવા અને દોષી ડોકટરોને સજા કરવા બાબતે કમિટીનું ગઠન થયું છે.(૧.૩)

(10:23 am IST)
  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • ભાવનગર:મહુવા પંથકમાં દીપડાનો આતંક: એક જ દિવસમાં દીપડા દ્વારા બે હુમલા :માનવ પર હુમલો કર્યાના બે બનાવ :માલપરાની ઘટના બાદ લીલવણ ગામે હુમલો : ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા access_time 9:31 pm IST