Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

'ટ્રાઇ'ના નવા નિયમને ૯ કરોડ લોકોએ અપનાવ્યો

નવી ટેકસ વ્યવસ્થા અંતર્ગત ગ્રાહકોએ પોતપોતાની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી

નવી દિલ્હી તા. ૧૧ : ટેલિકોમ રેગ્યૂલેટર સંસ્થા TRAIનું કહેવું છે કે દેશમાં ૧૭ કરોડ જેટલા ઘરોમાં ટીવી છે. આમાંના ૯ કરોડ ઘરોએ નવી ટેકસ વ્યવસ્થા અંતર્ગત એમની પોતપોતાની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે. ગ્રાહકોને એમની પસંદગીની ટીવી ચેનલો જોવામાં કોઈ તકલીફ કે અવરોધ ન નડે એની પર અમે સતત પૂરી નજર રાખીએ છીએ.

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યું છે કે ગઈ ૧ ફેબ્રુઆરીથી લાગુ કરાયેલી નવી ટેરિફ વ્યવસ્થા અપનાવવામાં ઘણી ઝડપ આવી છે. અમને આશા છે કે બાકીના લોકો પણ ટૂંક સમયમાં જ એમની પસંદગીની ચેનલો નોંધાવી દેશે.

શર્માએ કહ્યું કે જે ૯ કરોડ ગ્રાહકોએ એમની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે એમાં ૬.૫ કરોડ લોકો કેબલ ટીવી ધારકો છે અને ૨.૫ કરોડ ડીટીએચ ગ્રાહકો છે. કુલ ૧૭ કરોડ ટીવી ચેનલ ગ્રાહકોમાંથી ૯ કરોડ લોકોએ ઓપરેટર પાસે એમની મનપસંદ ચેનલો રજિસ્ટર કરાવી દીધી છે. આ સંખ્યા ઘણી મોટી કહેવાય.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન આર.એસ.શર્માએ કહ્યું કે, DTH પ્રી-પેઈડ મોડલ છે. તેથી ગ્રાહકોની લાંબી કે ટૂંકી મુદતનાં પેક સમાપ્ત થશે કે એ લોકો પોતપોતાની ચેનલ પસંદ કરી લેશે. જયાં જરૂર લાગે છે ત્યાં અમે ઓપરેટરોને મદદ કરી રહ્યાં છીએ અને એમને માર્ગદર્શન આપી રહ્યાં છીએ. તકલીફો દૂર થાય એ માટે અમે નિયમિત બેઠકો પણ યોજી રહ્યાં છીએ, એમ શર્માએ કહ્યું.

ગ્રાહકો સુધી રેગ્યૂલેટર એજન્સી (TRAI)ની પહોંચ વધી રહી છે અને એ માટે એજન્સી જાગરૂકતા ઝુંબેશ ચલાવી રહી છે. એ માટે સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, જાહેરખબર તથા અન્ય કાર્યક્રમોનો સહારો લેવામાં આવશે.

TRAI નું કહેવું છે કે અમે ટીવી ઓપરેટરોને ટીવી કનેકશન રાખનારાઓને વિશેષ સ્કીમ તથા પ્લાન ઉપલબ્ધ કરાવવાની યોજના પર પાછાં ફરવા પણ જણાવાયું છે. ધારો કે ગ્રાહકો ઈચ્છે તો ઓપરેટરે એક જ ઘરની અંદર અલગ અલગ સેટ ટોપ બોકસ પણ લગાડવા દેવા.

તાજેતરમાં એક અહેવાલમાં એવું જણાવાયું હતું કે નવી રેગ્યૂલેટરી વ્યવસ્થાને કારણે ટીવી જોવા માટેનો ખર્ચ (કેબલ અને ડીટીએચ બિલની રકમ) ૨૫ ટકા વધી જશે. પણ ટ્રાઈનાં ચેરમેન શર્માએ આને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં તો કિંમત ઘટી ગઈ છે.(૨૧.૫)

(9:36 am IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • ર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં મોતની સજા પામેલા હનીફ સૈયદનું મૃત્યુ : નાગપુર : નાગપુરની સેન્ટ્રલ જેલમાં કેદ ર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજા પામેલા ૩ દોષિતોમાંથી એક એવા મોહમ્મદ હનીફ સૈયદ શનિવારે એક હોસ્પીટલમાં મૃત્યુ થયુ હતું. સૈયદ, તેની પત્ની ફહમીદા અને ત્રીજા કાવતારા ખોર અશરત અંસારીને પોટા કોર્ટે ર૦૦૯ માં બોમ્બ બ્લાસ્ટ માટે કસૂરવાર ઠેરવ્યા હતાં. આ બ્લાસ્ટરમાં પર લોકો માર્યા ગયા હતાં. access_time 3:42 pm IST

  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST