Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અબૂધાબીની કોર્ટમાં હિન્દીને ત્રીજી સત્તાવાર ભાષા તરીકે સ્થાન :ઐતિહાસિક પગલું

અરબી અને અંગ્રેજીની સાથે હિન્દી ભાષાને અધિકારીક ભાષાનો દરજ્જો આપ્યો

અબુધાબીની કોર્ટમાં હવેથી હિન્દી ભાષામાં કામકાજ થશે. અબુધાબીએ હિન્દી ભાષાને પોતાની અદાલતોમાં ત્રીજી અધિકારીક ભાષાનો દરજ્જો આપ્યો છે.

   અરબી અને અંગ્રેજીની સાથે હિન્દી ભાષાને સ્થાન આપીને છેવાડાના માણસને ન્યાય મળે તે હેતૂથી અબુધાબીએ આ ઐતિહાસિક પગલું ભર્યુ છે.

    શનિવારે અબુધાબીનાં ન્યાય વિભાગે આ જાહેરાત કરતા જણાંવ્યું હતું કે, અમે કોર્ટનાં જાહેર કામ-કાજમાં અરબી અને અંગ્રેજી સાથે હિન્દી ભાષાને સામેલ કરીને અદાલત સમક્ષ નિવેદન આપવા વાળા ન્યાયપ્રિય લોકોને એક વધારે સગવડતા પ્રદાન કરી છે.

  આ નિર્ણય પાછળનો હેતૂ હિન્દી ભાષી લોકોને તેમનાં અધિકારો, મુકદ્દમાની પ્રક્રિયા વિશે અવગત કરાવવાનો છે.

(10:51 pm IST)