Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

TCSએ રચ્યો ઈતિહાસ : 12 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ હાંસલ કરનાર દેશની બીજી કંપની બની

શેરમાં 3.32 ટકાનો ઉછાળો આવતા શેરનો ભાવ 3224ની નવી સપાટીએ પહોંચ્યો

 

મુંબઈ :દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલલ્ટન્સી સર્વિસએ ઈતિહાસ રચ્યો છે .ટીસીએસ (TCS)ની માર્કેટ કેપ 12 લાખ કરોડને પર પહોંચી છે. સ્તરે પહોંચનાર દેશની માત્ર બીજી કંપની છે. અગાઉ સિદ્ધિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) હાંસલ કરી હતી. ત્રીજા ત્રિમાસિક વેપારમાં સારા પરિણામોના પગલે આજે કંપનીના શેરમાં 3.32 ટકાનો ઉછાળો આવતા શેરનો ભાવ 3224ની નવી સપાટીએ પહોંચ્યો છે.

કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીનો ચોખ્ખો નફો 7.2 ટકા વધીને રૂ. 8,701 કરોડ થયો છે. ડિસેમ્બર 2019 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 8,118 કરોડ હતો. કંપનીની આવક 5.4 ટકા વધીને રૂ. 42,015 કરોડ થઈ છે. ડિસેમ્બર 2019ના ત્રિમાસિક ગાળામાં કંપનીને 39,854 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

કારોબાર દરમિયાન ટીસીએસના શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. સ્ટોક ઓલ-ટાઈમ હાઈ પર પહોંચતા કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 12.09 લાખ કરોડ થઈ છે. કંપનીએ પરિણામ જાહેર કર્યા તે સાથે ડિવિડન્ડ જાહેર કર્યા છે. શેર દીઠ રૂપિયા 6 ડિવિડન્ડ જારી કરવામાં આવ્યું છે. માટેની રેકોર્ડ તારીખ 16 જાન્યુઆરી છે.

 

(12:12 am IST)