Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

૧૧ જાન્‍યુઆરી આજના દિવસનું મહત્‍વ

દોસ્‍તો,૧૯૬૬ની સાલમાં આજના દિને દુઃખદ ઘટના બની હતી. ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાષાીજીનું તાશ્‍કંદમાં અચાનક નિધન થયું હતું. શાષાીજીએ શ્રેષ્‍ઠત્તમ નેતાગીરીનું ઉદાહરણ પુરૂં પાડયું હતું. અફસોસ છે કે, તેઓના નિધનનું રહસ્‍ય કયારેય બહાર ન આવ્‍યું. શાષાીજીને અંજલી આપીને આગળ વધીએ.

 ૧૯૯૧માં આજના દિને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને ભારત રત્‍ન સન્‍માન એનાયત થયું હતું.

૧૯૭૨ની સાલમાં આજના દિને બાંગ્‍લાદેશનું નામકરણ થયું હતું. આ દેશ પહેલા પૂર્વ પાકિસ્‍તાન તરીકે ઓળખાતો હતો.

૧૯૨૨ની સાલમાં આજના દિને ડાયબિટીસના દર્દીને પ્રથમ વખત ઈન્‍સ્‍યુલીન અપાયું હતું.

 ૧૬૧૩ની સાલમાં આજના દિને જહાંગીરે ઈસ્‍ટ ઈન્‍ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્‍થાપવા મંજૂરી આપી હતી.

૧૯૫૫માં આજના દિવસથી ભારતમાં અખબારી કાગળના ઉત્‍પાદનનો પ્રારંભ થયો હતો. દોસ્‍તો, ગૌરવની બાબત છે કે, કાગળ બાબતે ‘અકિલા' આત્‍મનિર્ભર છે. કાગળનું ઉત્‍પાદન પણ ‘અકિલા' ખુદ કરે છે.

 ૨૦૦૬માં આજના દિને અમેરિકાના જંગલમાં વિકરાળ આગ લાગી હતી. આગને રાષ્‍ટ્રીય આફત જાહેર કરાઈ હતી.

આજે  પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવીડનો જન્‍મ દિન છે, તેઓનો જન્‍મ ૧૯૭૩ની સાલમાં થયો હતો.

જુગારી માનસ ધરાવનારા માટે આજનો દિન ઐતિહાસિક છે. ૧૫૬૯ની સાલમાં આજના દિને ઈંગ્‍લેન્‍ડમાં લોટરીનો પ્રારંભ થયો હતો.

(5:00 pm IST)