Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જોલી એરપોર્ટના વિસ્તરણ માટે શિવાલિક એલીફન્ટ રિઝર્વ દૂર કરવું જરૂરી : ઉત્તરાખંડ રાજ્ય સરકારે હાઇકોર્ટની મંજૂરી માંગી : સરકારની માંગણી વિરુદ્ધ જાહેર હિતની અરજી : 10 હજાર વૃક્ષોનો સોથ વળી જશે : પર્યાવરણનો નાશ થશે : વન્ય પ્રાણી જીવોની સુરક્ષા ઉપર ખતરો ઉભો થવાની ભીતિ વ્યક્ત કરી

ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં જોલી એરપોર્ટના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા શિવાલિક એલીફન્ટ રિઝર્વ દૂર કરવા માંગણી કરાઈ હતી.

આ માંગણીના અનુસંધાને હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરવામાં આવી છે.તેમજ અનેક વકીલોએ પણ રાજ્ય સરકારની ઉપરોક્ત ચીફ જસ્ટિસને રજુઆત કરી છે. તથા સરકારની માગણીનો વિરોધ કર્યો છે.

નામદાર કોર્ટ સમક્ષ કરાયેલી જાહેર  હિતની અરજીમાં  જણાવાયા મુજબ એરપોર્ટનો વિકાસ કરવા માટે શિવાલિક એલીફન્ટ રિઝર્વ દૂર કરવાથી વન્ય પ્રાણીઓ માટે ખતરો ઉભો થશે. દસ હજાર જેટલા વૃક્ષોનો સોથ વળી જશે.પર્યાવરણ બગડશે.તેમજ જમીન રસકસ વગરની થઇ જશે.જે ખેતીના પાક માટે પણ નુકશાનકારક નીવડશે.

ઉપરોક્ત અરજીના અનુસંધાને ચીફ જસ્ટિસ શ્રી આર.એસ.ચૌહાણ તથા જસ્ટિસ શ્રી લોકપાલ સિંઘની ખંડપીઠે  સ્ટે આપ્યો છે.તથા આગામી સુનાવણી હાથ ધરવામાં આવે ત્યાં સુધી પ્રોજેક્ટ આગળ નહીં વધારવા સૂચના આપી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(3:43 pm IST)