Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વિવિધ કંપનીઓએ સ્ટાફને આપી સૂચના

હવે વ્હોટસએપ પર 'ખાનગી' ચર્ચા ન કરતા

નવી દિલ્હી, તા.૧૧: વ્હોટસએપ દ્વારા પોતાની ગોપનીયતા નીતિ અને સેવાની શરતોમાં ફેરફારની જાહેરાત પછી મોટી ભારતીય કંપનીઓએ પોતાના કર્મચારીઓને વ્હોટસએપના ઉપયોગમાં સાવચેતી રાખવાની સલાહ આપી છે. બીજી બાજુ, ફેસબુક ઇન્ડીયાએ ઉપયોગ કર્તાઓમાં ફેલાયેલ ભ્રમ કે આ શરતોનો સ્વીકાર કરવાથી ઉપયોગકર્તાએ પોતાના અંગત ડેટા સાથે સમજૂતિ કરવી પડશે, ને દુર કરવા માટે એક મજબૂત પ્રયાસ કર્યો છે. જો કે શંકાની આ પરિસ્થિતીએ વ્હોટસએપની હરીફ મેસેજીંગ એપ સિગ્નલને રવિવારે દેશમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી મેસેજીંગ એપના રૂપમાં સ્થાન અપાવી દીધું હતું. સિગ્નલની હરીફ કંપનીઓ ટેલીગ્રામ અને વ્હોટસ એપ તેનાથી ઘણા પાછળ રહી ગયા હતા.

 

ટાટા સ્ટીલે એડ ઇ.મેલ એડવાઇઝરી મોકલીને કર્મચારીઓને વ્હોટસએપ પર કોઇપણ સંવેદનશીલ માહિતી શેર ન કરવા  અને આ એપ પર કોઇ પણ બીઝનેસ મીટીંગ ન કરવાનું કહ્યુ છે. કંપનીએ એવી પણ સલાહ આપી છે કે તેઓ ઓફિશ્યલ કોમ્યુનિકેશન માટે માઇક્રો સોફટ સર્વિસ અને માઇક્રોસોફટ ટીમ્સનો ઉપયોગ કરે. કંપનીએ એમ પણ કહ્યું કે આવું વ્હોટસએપ દ્વારા હાલમાં જ ગોપનીયતા નીતિ અને સેવા શર્તોમાં ફેરફાર કરવાની જાહેરાતના કારણે કરવામાં આવી રહ્યું છે.

તો એસ્સાર ગ્રૃપમાં ટોચના ૧૫૦ અધિકારીઓને ઓફિશ્યલ બીઝનેસના સંચાલન માટે માઇક્રોસોફટ ટીમ્સનો ઉપયોગ કરવાનું કહેવાયું છે. અને બાકીના લોકોને પણ તેને અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

આ વિવાદ ત્યારે બહાર આવ્યો જયારે ફેસબુકે વ્હોટસએપની સેવા શરતોમાં ફેરફારની જાહેરાત કરી અને ઉપયોગકર્તાઓ નવી સેવા શરતો અપનાવવા મજબૂર કર્યા. ફેસબુકનું કહેવુ છે કે તેઓ ફેસબુક અને પ્રવકતાએ ઉપયોગકર્તાના ડરને મૂળમાંથી રદિયો આપતા જણાવ્યું કે બદલતા અને ઉપયોગકર્તાઓના મિત્રો પરિવાર સાથે થયેલ અંગત સંવાદોને અસર પર નથી કરતા. વ્હોટસઅપ લોકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે.

(3:42 pm IST)