Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

પ્રજાનો મરો... પ્લાસ્ટીક, તેલ બાદ હવે

લોખંડ, એલ્યુમિનિયમ, પિતળ, કોપરમાં ધરખમ ભાવ વધારો

સળિયાના ભાવ કિલોએ ૫૫ થી ૬૦ રૂ.પહોંચી ગયા, એલ્યુમિનિયમમાં ૨૫ થી ૩૦ ટકા, કોયલમાં ૩૦ ટકાનો વધારો

રાજકોટઃ કોરોનાકાળમાં ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો પિસાઈ રહ્યા છે. પ્લાસ્ટીક બાદ  તેલ અને હવે લોખંડ, એલ્યુમિનિયમ, પિતળ, કોપરની વિવિધ આઈટમોમાં ધરખમ ભાવવધારો જોવા મળી રહ્યો છે. આ દરેક આઈટમોમાં ૨૫ થી ૩૫ ટકા જેટલો ભાવ વધારો થયો છે.

લોખંડ એલ્યુમિનિયમ પિત્તળ ઝિંક કોપર દરેક ધાતુમાં ૨૫ થી ૩૦ ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે. તો ૫૦  દિવસની અંદર ટી એમ ટી સળિયા જે ૪૦ રૂપિયા પર કેજી હતા . હાલ ૫૫ થી ૬૦ રૂપિયા ભાવ છે. એમ.એસ.મા ગડર, ચેનલ. પાટા.પટ્ટી, ૩૦ ટકાનો વધારો. એમ.એસ. પાઈપ એચ.આર. કોયલ ૩૦ ટકા જેટલો વધારો સી.આર.સી. કોયલ ૩૦થી ૩૫ ટકા જેટલો વધારો ગેલ્વેનાઈઝ પાઈપ ૩૦ ટકા જેટલો વધારો  ગેલ્વેનાઈઝ સીટ ૩૦ ટકા જેટલો વધારો અને એલ્યુમિનિયમમાં પણ ૨૫થી ૩૦ ટકાનો વધારો, ગેલ્વેનાઈઝમાં વપરાતું ઝીંકમાં પણ ધરખમ વધારો થયો છે.

ઝીંક એલ્યુમિનિયમ ને કોટિંગ કરવા વપરાય છે. જેને C.I. કાસ્ટિંગ કહે છે. S.S. એટલે કે.સ્ટેનલેસ સ્ટીલ. માં પણ ૩૦ થી ૩૫ ટકાનો વધારો ઝીંકયો છે. એસ. એસ થી બનતા. પતરા.પટ્ટી.રાઉન્ડર જે લગભગ ઇન્ડસ્ટ્રીયલ મશીનરીમાં ઉપયોગ થાય છે. કોપરમાં સીધો ૨૦૦ રૂપિયાનો વધારો.. જે સીધી અસર ઇન્ડસ્ટ્રીમાં થશે. મોટર લગભગ ૩૦ થી ૩૫ ટકા મોંઘાં થયાં. ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતી. મોટર ફેન, હીટર, ગીઝર વાયરમાં વપરાતું કોપર, એલ્યુમિનિયમ ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો થયો. પિત્તળમાં પણ ધરખમ પચાસ દિવસની અંદર ધરખમ. વધારો આવ્યો છે . દિવાળી ઉપર પિત્તળ ના ભાવ ૨૮૦ રૂપિયા પર કી.ગ્રામ હતા. જે હાલ ૩૫૫ છે સીધો ૭૫ રૂપિયા કિલો ગ્રામમા વધારો ઝીંંકી દેવાયો છે.

એબીએસ પ્લાસ્ટીક મટીરીયલમાં પણ ખૂબ મોટો ઉછાળો આવ્યો. ૧૮૦ રૂપીયા દિવાળી ઉપર ભાવ હતા કિલોગ્રામના હાલ ૩૫૦ રૂપિયા છે. સીધો ૧૭૫ રૂપિયાનો વધારો ઝીંક્યો. A.B.S પ્લાસ્ટિક લગભગ ઇન્ડસ્ટ્રીયલ ખૂબ વપરાય છે. જે સખત પ્લાસ્ટિક આવે છે કઠણ.લગભગ મશીન બનાવવામાં તેનો ઘણો બધો ઉપયોગ થાય છે. વાડીમાં વપરાતા ઝટકા શોટમા એબીએસ નો ઉપયોગ ખૂબ થાય છે

ઈન્ડસ્ટ્રીયલને લગતી તમામ મશીનરી લગભગ ૨૫થી ૩૦ ટકા મોંઘી દાટ થઈ ગઈ. કન્ટ્રકશનમાં વપરાતા ટીએમટી સળિયા ૫૦ દિવસમાં લગભગ ૧૫થી ૧૭ રૂપિયાનો વધારો. તો પણ ડિમાન્ડ ખૂબ છે. કન્ટ્રકશન મોંઘા થશે. આટલા મોટા ભાવ હોવા છતાં tmt સળિયામાં ખૂબ મોટી ડિમાન્ડ છે. આત્મનિર્ભર થવા માટે દોડ છે કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય લેવલથી ભાવ વધતા હોય. Food ને લગતા મશીન  કે પછી કોઇપણ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા મશીન ૩૦થી ૩૫ ટકા વધારે ચૂકવવાના રહેશે.એલ્યુમિનિયમના પહેલા ભાવ ૭૮ રૂપિયા હતા. હાલ ૧૩૫થી ૧૪૫ રૂ. કિ.ગ્રા.  છે. બ્રાશ ૩૭૦ રૂપિયા ૧ મહિના પહેલા હતા. હાલ ૪૪૦ થી ૪૫૦ રૂપિયા છે. કોપર ૪૭૦ એક મહિના પહેલા હતા હતા. હાલ ૫૭૦ થી ૫૯૦ છે. બ્રોઝ ૫૭૦ રૂપિયા ૪૦ દિવસ પહેલા હતા. હાલ ૬૭૦ થી ૬૯૦ છે જિંક ૧૯૦ રૂપિયા એક મહિના પહેલા હતા. હાલ ૨૩૦ થી ૨૫૦ રૂપીયા છે. ms. ૪૮ રૂપિયા ૪૦ દિવસ પહેલા હતા. હાલ ૫૭ રૂપિયા થી ૬૦ રૂપિયા સુધી છે. એસ એસ ચાલીસ દિવસ પહેલા ૧૪૫ રૂપિયા હતા. હાલ ૧૬૦થી ૧૭૦ રૂપિયા છે. કાચા માલના એકધારા ભાવ વધી રહ્યા છે.

(3:32 pm IST)