Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

શનિવારથી દેશભરમાં ઉર્જા બચાવો ઝુંબેશ

દિલ્હી ખાતે ઉદ્દઘાટન બાદ ૧૫ ફેબ્રુઆરી સુધી જનજાગૃતિ કાર્યક્રમો : ૩૧ મીએ અમદાવાદમાં રાજયકક્ષાનો ઉદ્દઘાટન સમારોહ : ૧૬ મીએ રાજકોટમાં સાયકલ રેલી

રાજકોટ તા. ૧૧ : પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એસોસીએશન દ્વારા બળતણ કાર્યક્ષમતા વધારવા અને ઇંધણનો વધુ વપરાશ ન થાય, પર્યાવરણનો બચાવ થાય તે માટે ૧૬ જાન્યુઆરથી ૧૫ ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં ગ્રીન અને કિલન એનર્જી થીમ પર વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે.

આ અંગેની વિગતો વર્ણવતા પી.સી.આર.એ. ના ડે. ડાયરેકટર પ્રતિક સાહનીએ જણાવ્યા મુજબ તા. ૧૬ ના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે ઉદ્દઘાટન સમારોહ યોજાશે.

આ અંતર્ગત અમદાવાદ ખાતે તા. ૩૧ ના રાજયકક્ષાના કાર્યક્રમોનો ઉદ્દઘાટન સમારોહ થશે. શાળાઓમાં ઓનલાઇન જનજાગૃત્તિ કાર્યક્રમો અપાશે. તેમજ ડ્રાઇવરોને સમજ આપવા કેટલાક પેટ્રોલ પંપ પર પણ કાર્યક્રમો અપાશે. વિનામુલ્યે પીયુસી વિતરણ સહીતનું આયોજન છે.

સાથે જ તા. ૩૧ ના રાજકોટમાં સાયકલ રેલીનું આયોજન કરાયુ છે. સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓ સાયકલ પર વિવિધ વિસ્તારો ફરી પત્રિકાનું વિતરણ કરશે.

આમ ઇંધણની બચત કઇ રહીતે કરી શકાય તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા ૧૫ ફેબ્રુઆરી સુધી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અપાશે. તેમ પ્રતિક સાહનીએ જણાવેલ છે.

જેમ કે ઘરેલુ એલપીજી ચુલા આઇએસઆઇ માર્કાવાળા જ વાપરવા, પ્રેસર કુકરનો ઉપયોગ કરવો, રસોઇમાં પાણી યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરો, પહોળા તળીયાવાળા વાસણોનો ઉપયોગ કરો, ટ્રેકટર ડ્રાઇવરોએ યોગ્ય ગીયરનો ઉપયોગ કરવા, બિનજરૂરી એન્જીન ચાલુ ન રાખવા, શાળાઓમાં કચરાનું રીસાયલીંગ કરવા,  ઇલેકટ્રીક વસ્તુઓ કચરામાં ન નાખતા જરૂરીયાતવાળા લોકો સુધી પહોંચાડવા અને આવા કચરામાંથી ખાતર બનાવાવ, ઘરમાં ઉર્જાની બચત કઇ રીતે કરી શકાય તે સહીતની માહીતી લોકો સુધી આ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા પહોંચાડવામાં આવશે. તેમ શ્રી પ્રતિક સહાનીએ યાદીના અંતમાં જણાવ્યુ છે.

(3:31 pm IST)
  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં બોડેલી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૬૧૩.૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત access_time 11:46 am IST