Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોઈપણ પરામર્શ કર્યા વિના સરકારે ખેડૂત કાયદો લાગુ કર્યો એમનુ પરિણામ જલદ આંદોલન રૂપે આવ્‍યુ છે : ખેડૂતો આત્‍મહત્‍યા કરી રહ્યા છે અને સરકાર મૌન છે, આ નાજુક સ્‍થિતિ છે : સરકાર કમીટી બનાવે, જેના ઉપર સુપ્રિમની વોચ રહેશે : સુપ્રિમ કોર્ટ આકરા પાણીએ

ખેડૂત આંદોલન અંગે સુપ્રિમ કોર્ટે ખૂબ જ આકરૂ વલણ અપનાવ્‍યુ છે : ચીફ જસ્‍ટીસ બોબડેની બેન્‍ચે કહ્યુ હતુ કે અમે નથી ઈચ્‍છતા કે અમારા હાથ રક્‍તરંજીત થાય : જો સરકાર કંઈ નહિં કરે તો અમે પગલા લેશુ : ખેડૂતો આત્‍મહત્‍યા કરી રહ્યા છે તેનું અમને દુઃખ છે, પણ સરકાર કંઈ કરી રહી નથી : આ ખૂબ જ નાજુક પરિસ્‍થિતિ છે : સુપ્રિમ કોર્ટે કહ્યુ કે કોઈપણ પરામર્શ કર્યા વિના ખેડૂત કાયદો લાગુ કર્યો એના પરિણામરૂપે આવુ જલદ આંદોલન આવી પડયુ છે : આ સમસ્‍યાના તમે (સરકાર) ભાગીદાર છો : તેમણે કહ્યુ કે અમે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્‍ડિયા છીએ : સુપ્રિમના નેજા હેઠળ કમીટીની રચના થશે જે બધા માટે લાભદાયક રહેશે : સરકાર આ કમીટી બનાવે જેના ઉપર સુપ્રિમ કોર્ટની વોચ રહેશે : આ કમીટી ખેડૂત અને સરકાર વચ્‍ચે સમાધાન કરશે : ખેડૂતો વતી દુષ્‍યંત દવે સુપ્રિમમાં હાજર રહ્યા છે : સુપ્રિમ કોર્ટે ખેડૂતોને પણ કહ્યુ હતુ કે આંદોલનમાંથી બાળકો અને વૃદ્ધોને દૂર કરો

(1:08 pm IST)