Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સિધ્ધ-સંત ધુંધળીનાથની ૧૮ ટન વજનની મૂર્તિ

મિનળ વાવની બાજુમાં મહાકાય મૂર્તિના દર્શન : આ સાધુ નાથ સંપ્રદાયના હતા : એક જ પથ્થરમાંથી આ મૂર્તિ બની છે : દૈત્ય સાથેના યુધ્ધમાં આ સાધુએ એક પગ ગુમાવ્યો હતોઃ ઝવેરચંદ મેઘાણીએ પણ કથા આલેખી છે

રાજકોટ : આ મીનળવાવની બાજુમાં એક વિશાળ કાય પથ્થરમાંથી બનાવેલ અઢાર ટનની ધુંધળીનાથની મૂર્તિ આવેલ છે તે નાથ સંપ્રાદાયના એક સિદ્ધપુરૂષ હતા બોમ્બે ગેજેટમાં તેનો ઉલ્લેખ છે. ગેઝેટના સંદર્ભમાં કહીએ તો મીનળદેવીને ઉદરમાંં બાળક હતું અને આ સ્થળે તે સિદ્ધપુરૂષના આશિર્વાદ મળેલા માટે તે પુત્રનું નામ સિદ્ધરાજ રાખવામાં આવેલ અને તેની યાદગારમાં આ વાવ બંધાવેલી છે માટે આ ધુંધળીનાથ પણ મીનળદેવીના સમકાલીન કહી શકાય એટલે આ વાવ અને ધુંધળીનાથ બન્ને બારમી સદી જેટલી પ્રાચીનતા ધરાવે છે.

ધાંધલપુરના રહિશ કિશોરભાઇ રાજગોરને આ બાબતમાં પુછવામાં આવ્યું તો તેમના સ્થાનિક લોકોની માન્યતા જણાવતા કહ્યું કે, અમો અને આસપાસના ગ્રામજનો આ વાવના જળને પવિત્ર માને છે અને કોઇ સ્ત્રીને ધાવણ ન આવતું હોય તો આ વાવમાં કાપડુ બોળી જે સ્ત્રી પહેરે છે. તેને ત્રણ દિવસમાં ધાવણ આવવા લાગે છે. અને કોઇને ઢીંચણનો દુઃખાવો હોય તો આ ધુંધળીનાથની માનતા કરવાથી સારૂ થઇ જાય છે. આવી ગ્રામજનો 'શ્રદ્ધાં અને' માન્યતા ધરાવે છે.

બીજી એક માન્યતા એવી છે કે આ ધુંધળીનાથ અમે દાડમાં દૈત વચ્ચે યુદ્ધ થયેલુ જેમાં ધુંધળીનાથનો એક પગ કપાઇ ગયેલ અને ધુંધળીનાથે વળતા પ્રહારમાં દાડમાં દૈતનુ માંથુ કાપી લીધેલું તેની યાદગારમાં આ મૂર્તિને પણ એકજ પગ છે, અને સામે દાડમા દૈત્યનૂં માંથુ પથ્થરથી બનાવેલુ જોવા મળે છે.

આ ૧૮ ટનની વિશાળ કાય પ્રતિમા ઘણા પ્રાચીન સમયથી હતી પરંતુ ઇ.સ.ર૦૦૧માં ધરતીકપમાં આ મૂર્તિ તુટી ગયેલ જયારે વાવને ઓછુ નુકશાન થયેલું ફરીવાર આ સ્થાપત્યની સ્મૃતિ જીવંત રાખવા માટે ધાંધલપુર ગામના વતની અને હાલ મુંબઇ રહેતા જૈન અગ્રણી દિપકભાઇ તુરખીયા આ મૂર્તિના નવનિર્માણ માટે ખર્ચના દાતા બન્યા.

આ વિશાલકાય નવનિર્મિત ધુંધળીનાથની મૂર્તિની ગ્રામજનોએ ઇ.સ. ર૦૦૪માંં પ્રાણપ્રતિષ્ઠા કરી સ્થાપિત કરવામાંં આવેલ છે આ મૂર્તિનો પથ્થર ચોટીલા તાલુકાના દેવસર ગામ બાજુમાં નવાસુરજદેવળ મંદિરની આસપાસની પથ્થરની ખાણોમાંથી લાવવામાં આવેલ છે, ઉલ્લેખનિય છે કે નવાસુરજદેવળ મંદિર પણ ત્યાનાજ પથ્થરથી બાંધવામાં આવેલ છે, આ પથ્થરનું વજન ૧૮ ટનનું છે.

તે સમયના નવાસુરજદેવળના મહંત મહારાજશ્રી પૂ.સુર્યપ્રકાશદાસજીબાપુના હસ્તે શ્રીફળ વધરેી પુજા વિધિ કરી આ પથ્થર કાઢવામાં આવેલ છે તેનું શિલ્પકામ ધ્રાંગધ્રાના સોમપુરા જગદીશભાઇએ કરેલ છે.

ધુંધળીનાથ અથવા ધુંધળી મલ્લાના નામ ઉપર આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ પણ સૌરાષ્ટ્રની રસધારમાં કથા લખેલ છે પણ તેનો સારાંશ આપુ તો એમ કહેવાય છે કે ધૂંધાનામનો કોળી ઢાંકનો વતની હતો પૂર્વ જન્મની કઇક કમાઇને કારણે અવાર નવાર જુનાગઢમાં મેળે જતો હતો સમય જતા એક સાધુજીવનના સંસ્કાર જાગૃત થયા અને નાથસંપ્રદાયની પ્રણાલી પ્રમાણે તપસ્યા ૧ર વર્ષ કરી આ તપસ્યામાં પાર થયા પછી નાથસંપ્રદાયના અમુક સાધુઓ આ ધૂંધાને દિક્ષા આપવાનો વિચાર કર્યો જયારે અમુક સાધુઓએ વિરોધ કર્યો કે આ ધૂંધાને દિક્ષા અને સિદ્ધિ નથી આપવી કારણે કે આ સિદ્ધિ જાળવી ન શકે તો દુર ઉપયોગ કરે અને સમાજનું અકલ્યાણ કરે તો આપણને દોષ લાગે છતા પણ ધુંધાની તપસ્યાથી પ્રભાવિત થઇ એક નાથસંપ્રદાયના સાધુ મહાત્માએ ધંૂ઼ધાને દિક્ષા આપી અને ધૂંધો ધુંધળીનાથ તરીકે ઓળખાવા લાગ્યો.

(11:59 am IST)