Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

હરીદ્વાર કુંભ મેળામાં એનએસજી કમાન્ડોનો પહેરો

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે : એનએસજી કમાન્ડર અને પોલીસ મહાનિર્દેશક સાથે ગહન ચર્ચા : ચુસ્ત બંદોબસ્તનો વ્યુહ ઘડી કઢાયો

નવી દિલ્હી તા. ૧૧ : ઉત્તરાખંડના હરીદ્વારમાં આગામી કુંભ મેળાની સુરક્ષા માટે એનએસજી કમાન્ડો તૈનાત કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

આતંકી પ્રવૃત્તિઓને ડામવાના હેતુથી ગોઠવવામાં આવેલ સજજડ સુરક્ષા અંતર્ગત એનએસજીની પહેલી ટીમ ફેબ્રુઆરીમાં તૈનાત થઇ જશે. જયારે બીજી ટુકડી માર્ચમાં આવશે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કુંભ મેળામાં તૈનાત થનાર એનએસજીના ટીમ કમાન્ડર મુકુલ ચૌધરીએ આ વ્યવસ્થાની ચર્ચા અર્થે તાજેતરમાં પોલીસ મહાનિર્દેશક સંજય ગુંઝયાલ સાથે મીટીંગ કરી હતી. બન્ને અધિકારીઓએ સાથે મળી હરીદ્વાર કુંભ મેળાની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપ્યો હતો.

(1:00 pm IST)