Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કર્ણાટકમાં રીલાયન્‍સે ખેડૂતોને જલ્‍સો કરાવી દીધોઃ એમએસપીથી ઉંચા ભાવે અનાજની ખરીદી કરી

રીલાયન્‍સે ૧૯૫૦ રૂા. પ્રતિ કવીન્‍ટલના ભાવની ઓફર કરી જ્‍યારે સરકારનો ભાવ રૂા. ૧૮૬૮ છેઃ ખેડૂતોને ૮૨ રૂા. વધુ મળ્‍યા

બેંગ્‍લોર, તા. ૧૧ : રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.ની રીલાયન્‍સ રીટેલ લીમીટેડે સિંધનુર સ્‍થિત એગ્રો કંપની થકી કર્ણાટકના ૧૧૦૦ ખેડૂતો પાસેથી ન્‍યુનત્તમ સમર્થન મૂલ્‍ય (એમએસપી)થી પણ વધુ ભાવે ૧૦૦૦ કવીન્‍ટલ અનાજ ખરીદવાના એક કરાર પર સહી-સિક્કા કર્યા છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે રીલાયન્‍સે કર્ણાટકના રાયચુર જિલ્લાના સિંધનુર તાલુકાના ખેડૂતો પાસેથી ધાન (સોના મસુરી વેરાયટી)ની ૧૦૦૦ કવીન્‍ટલની ખરીદી કરી ખેડૂતોને મોટી રાહત આપી છે. કર્ણાટકમાં એપીએમસી એકટમાં ફેરફાર બાદ કોઈ મોટી કંપની અને ખેડૂતો વચ્‍ચે આ પહેલો આ પ્રકારનો સૌથી મોટો કરાર હતો. કંપનીએ સોના મસુરી ધાન માટે ૧૯૫૦ રૂા. પ્રતિ કવીન્‍ટલના ભાવની ઓફર કરી હતી. જ્‍યારે સરકારે નક્કી કરેલ ભાવ રૂા. ૧૮૬૮ છે. આમ ખેડૂતોને રૂા. ૮૨ વધુ મળ્‍યા છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે બેંગ્‍લોરથી ૪૨૦ કિ.મી. દૂર રાયચુરના સિંધનુરમા હાલમાં સંશોધીત એકટ હેઠળ ખેડૂતો સાથે સમજુતી થઈ હતી. આ કાયદા હેઠળ ખેડૂતોને પોતાનુ ઉત્‍પાદન સરકારી મંડીઓથી બહાર ક્‍યાંય પણ વેંચવા અને એમએસપીથી વધુ ભાવ પર વેચવાની આઝાદી મળે છે. આ ધાનને સરકારના એફસીઆઈના ગોદામમાં રાખવામાં આવેલ છે.

આમ કોઈ મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્‍ચે આ પહેલા કરાર છે. સમજુતી અનુસાર પ્રતિ ૧૦૦ રૂા.ના ટ્રાન્‍ઝેકશન પર સ્‍વાસ્‍થ્‍ય ફાર્મર્સ પ્રોડયુસીંગ કંપનીને ૧.૫ ટકાનું કમિશન મળશે.

જો કે સૂત્રો કહે છે કે મોટી કોર્પોરેટ કંપનીઓ પહેલા ખેડૂતોને વધુ ભાવની લાલચ આપશે. આનાથી મંડીઓને નુકશાન થશે પરંતુ બાદમાં ખેડૂતોનુ શોષણ થશે.

(11:12 am IST)
  • બોરસદમાં પતંગની દોરીએ 7 વર્ષનાં બાળકનો ભોગ લીધો. સૂર્ય મંદીર રોડ પર પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું access_time 9:09 pm IST

  • ત્રણ નવા કૃષિ કાનૂનના વિરોધમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી દિલ્હીની સરહદે દેખાવો કરી રહેલા કિસાનોને સમર્થન દેતા ચેન્નઈના પેરુમલ નામના ખેડૂતે આત્મહત્યા કરી છે. access_time 9:01 pm IST

  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST