Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મેરા ભારત મહાન...વેકસીન લેવા વિશ્વના દેશોએ લાઈન લગાવી

ભારત કોરોના સામેની લડાઈમાં વિશ્વમાં સૌથી આગળ રહ્યુઃ ૯ જેટલા દેશોએ ભારત પાસે વેકસીનની માંગણી કરી : ભારત પહેલા પાડોશી ધર્મ બજાવશેઃ નાપાક સિવાય તમામ પાડોશી દેશોને સૌ પહેલી વેકસીન પહોંચાડશે

નવી દિલ્‍હી, તા. ૧૧ : કોરોના મહામારી વચ્‍ચે વિશ્વને તેની વેકસીનની ભારે આતુરતા છે. એવામાં વેકસીનને લઈને અનેક દેશો ભારત તરફ નજર દોડાવી રહ્યા છે. ભારત વેકસીનના ઉત્‍પાદન અને તેની સપ્‍લાય માટે સજ્જ છે. બ્રાઝીલ, મોરક્કો, સાઉદી અરબ, મ્‍યામાર, બાંગ્‍લાદેશ, દ. આફ્રિકા જેવા દેશોએ ભારત પાસે સત્તાવાર રીતે વેકસીનની માંગણી કરી છે.

સૂત્રોના કહેવા મુજબ કોરોના વેકસીનના વિતરણમા ભારત સરકાર પોતાના પાડોશી દેશો જેમ કે બાંગ્‍લાદેશ, ભુટાન, શ્રીલંકા, નેપાળ અને અફઘાન જેવા દેશોને અગ્રતા આપશે.

સૂત્રો કહે છે કે ભારત પહેલેથી જ કોરોના સામેની લડાઈમાં સૌથી આગળ છે.

ભારતમાં અત્‍યાર સુધીમાં બે વેકસીનને મંજુરી આપવામાં આવી છે. નેપાળે ભારત પાસે ૧૨ મીલીયન ડોઝની માંગણી કરી છે, તો ભુટાને સીરમમાં બનેલ વેકસીનની ૧ મીલીયન ડોઝની માંગણી કરી છે. મ્‍યામારે પણ સીરમ સાથે એક ખરીદીના કોન્‍ટ્રાકટ પર હસ્‍તાક્ષર કર્યા છે. બાંગ્‍લાદેશે કોવીશિલ્‍ડની ૩૦ મીલીયન ડોઝ માટે માંગણી કરી છે.

માત્ર એશીયાના દેશો જ નહી પરંતુ વિશ્વના અનેક દેશોએ ભારત પાસે વેકસીનને લઈને સંપર્ક સાધ્‍યો છે. એવામાં ભારત વેકસીનનો એક મોટો સપ્‍લાયર દેશ બની શકે છે.

(10:19 am IST)