Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોરોના સંકટમાં મોંઘવારીનો ઝટકો

સાબુ, ખાદ્ય તેલ અને પેકેટમાં વેચાતી ચીજોના ભાવ વધશે

નવી દિલ્હી,તા. ૧૧:કોરોના સંકટ વચ્ચે ગ્રાહકો પર મોંઘવારીની વધુ એક માર પડવાની છે, ગ્રાહકોનાં દૈનિક ઉપયોગમાં આવનારી ચીજો જેવી કે સાબુ, ખાદ્ય તેલ અને પેકેટમાં વેચાતો સામાન માટે ગ્રાહકોએ વધુ કિંમત ચુકવવી પડશે, કાચા માલની કિંમતોમાં થયેલા વૃધ્ધીનાં પગલે FMCG કંપનીઓએ પોતાના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 

કેટલીક FMCG કંપનીઓ જેવી કે મેરિકો અને અન્ય ઉત્પાદનોની કિંમત વધી ચુકી છે,  ત્યાં જ ડાબર, પારલે અને પતંજલી જેવી કંપનીઓ સ્થિતી પર નજર રાખી રહી છે, FMCG કંપનીઓનું કહેવું છે કે આ કાચા માલની કિંમત વધવાની અસર પોતાના ઉત્પાદન પર પડવાનું આંકલન કરી રહ્યા છે, જો કે લાંબા સમય સુધી કિંમતમાં વૃધ્ધીનો નિર્ણય ટાળી શકાશે નહીં, આગામી સમયમાં તે કિંમતોમાં વૃધ્ધી કરશે.

જો કે કંપનીઓએ અત્યાર સુધી કોઇ પણ ઉત્પાદનની  કિંમતમાં વૃધ્ધી કરી નથી, પરંતું તે તેની પર નજર રાખી રહી છે, મુખ્યત્વે કાચો માલ જેવો કે પામ ઓઇલ, ખાધ્ય તેલ વગેરે કેટલા પસંદગીની કિંમતોમાં ૩ થી ૫ ટકા વધ્યા છે, તેમાં સાબુ, પેકેટમાં રાખેલા ચોખા, ચા વગેરે મુખ્ય છે.

(10:17 am IST)