Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ભૂલ કે ષડયંત્ર? WHOની વેબસાઇટ પર ભારતનો વિવાદિત નકશોઃ જમ્મુ અને કાશ્મીર અને લડાખને અલગ દેખાડ્યું

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પ્રકાશિત ભારતના ખોટા નકશાને લઈને સોશિયલ મીડિયા પર તેની આલોચના થઈ રહી છેઃ મામલો સામે આવ્યા બાદ વિદેશોમાં રહેતા ભારતીયોએ તેના પર નારાજગી વ્યકત કરી છે

નવી દિલ્હી,તા.૧૧: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે. કોરોના મહામારીના પ્રકોપને દર્શાવનારા એક નકશામાં આ ભૂલ કરવામાં આવી ચે. આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે  WHOની આ ભૂલની પાછળ ચીનની હાથ હોઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ કરતૂત વિશે ત્યારે જાણ થઈ જયારે લંડનમાં રહેનાર એક ભારતીયની નજર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ભારતના ખોટા નકશા પર પડી હતી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા પ્રકાશિત ભારતના ખોટા નકશાને લઈને સોશિયલ મીડિયા પર તેની આલોચના થઈ રહી છે. મામલો સામે આવ્યા બાદ વિદેશોમાં રહેતા ભારતીયોએ તેના પર નારાજગી વ્યકત કરી છે. તેમનું કહેવું છે કે ચીનના ઇશારા પર WHOએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે. હકીકતમાં લંડનમાં રહેનાર આઈટી સન્સલ્ટેન્ટ પંકજની નજર આ મેપ પર સૌથી પહેલા પડી હતી. તેના પ્રમાણે કોઈ WhatsApp ગ્રુપમાં તેને શેર કરવામાં આવ્યો હતો.

WHOએ પોતાના એક નકશામાં જમ્મુ-કાશ્મીરની સાથે લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે. આ કલર કોડેડ મેપ ડબ્લ્યૂએચઓની સત્ત્।ાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ભારતીય ભાગ તેમાં લીલા કલરમાં દેખાડવામાં આવ્યો છે, જયારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ગ્રે કલરથી ચિન્હિત કરવામાં આવ્યા છે. વૈશ્વિક સંસ્થાના આ મેપને લઈને બ્રિટનમાં રહેતા ભારતીય પ્રવાસીઓ આ મામલાથી ખુબ નારાજ છે.

મેચમાં દેશના બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોને ગ્રે કલરમાં દેખાડવામાં આવ્યા છે, જયારે ભારત અલગ લીલા કલરવાળા ભાગમાં જોવા મળી રહ્યું છે. તો અકસાઈ ચીનનો વિવાદિત ભાગ ગ્રે રંગમાં છે. આ નકશો વિશ્વ આરોગ્ય સંસ્થાના  ‘Covid-19 Scenario Dashboard’માં ઉપલબ્ધ છે, જે દેશ પ્રમાણે દર્શાવે છે કે કયાં કોરોના મહામારીના કેટલા પુષ્ટિ થયેલા કેસ છે અને કેટલા મૃત્યુ થયા છે.

મેચ પર થઈ રહેલા વિવાદ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટતા કરી છે. તેના તરફથી કહેવામાં આવ્યું કે, તે સંયુકત રાષ્ટ્રના દિશા-નિર્દેશોનું પાલન કરે છે અને તે પ્રમાણે નકશો પ્રકાશિત કરે છે. પરંતુ તે વાત અલગ છે કે WHOની દલીલ ભારતીયોને ગળે ઉતરી રહી નથી. તેને લાગે છે કે WHOએ ચીનના ઈશારે આ ભૂલ કરી છે. સૌથી પહેલા આ મામલાને ઉઠાવનાર પંકજને પણ આમ લાગે છે.

(10:11 am IST)