Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

શિરડી મંદિરમાં લાઈનમાં ઉભો સોનુ સૂદઃ 'રિયલ હીરો-રિયલ હિરો'ની બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

ફેન્સ સોનુ સૂદ પાછળ કેટલા દિવાના છે એ વાતનો અંદાજો તાજેતરમાં જ જોવા મળ્યો હતો

મુંબઇ,તા.૧૧: બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે જયારથી કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની મદદ કરી છે. ત્યારથી દુનિયાભરમાં તેની ફેન ફોલોઈંગમાં ખૂબ જ વધારો થયો છે. સોનુ સૂદ હાલ પણ વારંવાર જરુરિયાતમંદની મદદ કરી રહ્યો છે અને ચર્ચામાં છે. ફેન્સ સોનુ સૂદ પાછળ કેટલા દિવાના છે તેનો અંદાજો તાજેતરમાં જ જોવા મળ્યો જયારે સોનુ સૂદ મંદિરમાં દર્શન કરવા માટે શિરડી પહોંચ્યો.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સોનુ સૂદ શિરડીના મંદિર બહાર નીકળતો જોવા મળ્યો છે અને બહાર હજારોની ભીડ સોનુ માટે 'રિયલ હિરો-રિયલ હિરો' જેવા શબ્દોથી બૂમ પાડી રહ્યાં છે. આ વિડીયોમાં સોનુ સૂદ ફેન્સનું અભિવાદન કરતા જોવા મળ્યા છે. ફેન્સની ભીડ ત્યારે ક્રેઝી થઈ ગઈ હતી જયારે સોનુ સૂદ પોતાની કાર પર ઉભો થઈ જાય છે.

જો વાત કરવામાં આવે કામની તો સોનુ સૂદે થોડા દિવસ પહેલા જ લીડ રોલ માટે ફિલ્મ 'કિસાન'ને સાઈન કરવામાં આવ્યો છે. સોનુ સૂદના લીડ રોલવાળી ફિલ્મ 'કિસાન'ને ઈ નિવાસ ડિરેકટ કરશે. આ ફિલ્મને રાજ શાંડિલ્ય પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યાં છે. જેમણે આયુષ્માન ખુરાનાની સુપરહિટ ફિલ્મ 'ડ્રીમગર્લ'નું ડિરેકશન કર્યુ હતું. આ ઉપરાંત સોનુ સૂદ ફિલ્મ 'પૃથ્વીરાજ'માં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સાથે એક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(10:09 am IST)
  • ખેડૂત નેતાઓએ ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં કોઈપણ અડચણ નહિં કરવા ખાત્રી આપી : સાથોસાથ દિલ્‍હીના રામલીલા મેદાનમાં ધરણા કરવા દેવા સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી access_time 12:35 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં બોડેલી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૬૧૩.૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત access_time 11:46 am IST

  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST