Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રિલાયન્સના શેરોમાં દબાણ વચ્ચે ટીસીએસ બનશે દેશની નંબર વન કંપની !?

ટીસીએસ કંપનીનું માર્કેટ કેપ RILના માર્કેટ કેપથી એકદમ નજીક પહોંચી ગયું

મુંબઈ :દેશની સૌથી મોટી બે કંપનીઓ વચ્ચે અંતર ઓછો થઈ રહ્યો છે. માર્કેટ કેપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને આઈટીની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)વચ્ચે ખુબ જ ઓછું અંતર વધ્યું છે.

અસલમાં કોરોના સંકટ વચ્ચે બંને કંપનીઓમાં સતત ગ્રોથ જોવા મળી હતી. પરંતુ પાછલા કેટલાક મહિનાઓથી રિલાયન્સના શેરોમાં દબાણ જોવા મળી રહ્યો છે, જેના કારણે માર્કેટ કેપમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે ટીસીએસના માર્કેટ શેરોની કિંમતોમાં સતત વધારો થયો છે.

પાછલા અઠવાડિયામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની માર્કેટ કેપમાં સૌથી વધારે 34,296.37 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, હવે કંપનીનું માર્કેટ કેપ ઘટીને 12,25,445.59 કરોડ રૂપિયા રહી ગઈ છે.જ્યારે પાછલા સપ્તાહે ટીસીએસના માર્કેટ કેપમાં ભારે વધારો થયો છે. BSEમાં TCSના માર્કેટ કેપમાં 72,102.07 કરોડ રૂપિયાનો વધારો થયો. જેનાથી કંપનીની માર્કેટ કેપ વધીને 11,70,875.36 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ RILના માર્કેટ કેપથી એકદમ નજીક પહોંચી ગયું છે.

(11:12 am IST)