Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અમેરિકામાં આજે પણ અઢી લાખથી વધુ લોકોને કોરોના વળગ્યો: જ્યારે બ્રાઝિલ અને ઇંગ્લેન્ડમાં ૬૦ હજાર નવા કોરોના કેસ નોંધાયા: અમેરિકામાં ૩૫૦૦ અને ઇંગ્લેન્ડમાં એક હજારથી વધુ નવા કોરોના મૃત્યુ થયા છે

આજે સવારે છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં અઢી લાખથી વધુ ૨.૬૨ લાખ નવા કોરોના કેસ નોંધાયા છે: બ્રાઝિલમાં ૬૦,૦૦૦, ઇંગ્લેન્ડમાં ૬૦,૦૦૦, રશિયામાં ૨૩,૦૦૦, ફ્રાન્સમાં અને ઈટાલીમાં ૨૦,૦૦૦, જર્મનીમાં ૧૯,૦૦૦ અને ભારતમાં ૧૮,૦૦૦ નવા કોરોના કેસ નોંધાયા છે: અમેરિકામાં ૩૫૦૦ નવા મૃત્યુ આજે નોંધાયા છે, જ્યારે કોરોના રસી મેળવનાર યુએસ નાગરિકોની સંખ્યા વધીને ૭૭ લાખ થઈ છે: ઈંગ્લેન્ડમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં આશરે ૬૦ હજાર નવા કેસો નોંધાયા છે, ૩૩ હજારથી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે આઈસીયુમાં ૩,૧૬૨ દર્દીઓ છે, યુકેમાં ૨૪ કલાકમાં ૧,૦૩૫ના મૃત્યુ નોંધાયા છે: ભારતમાં આજે સવારે નવા ૧૮૬૪૫ કેસ નોંધાણા, ૧૯,૨૯૯ સાજા થયા અને ૨૦૧ ના મૃત્યુ નિપજયા છે: સૌથી ઓછા કોરોના કેસ ઓસ્ટ્રેલિયામાં ૧૨, હોંગકોંગમાં ૫૯, ચીનમાં ૬૯,  સાઉદી અરેબિયામાં ૧૧૦ અને સાઉથ કોરિયામાં ૬૪૧  નવા કોવિડ-૧૯ વાયરસના કેસ નોંધાયા છે: જાપાન ઇઝરાયેલ અને કેનેડામાં ૮,૦૦૦ આસપાસ કોરોના કેસ નોંધાયા.

(12:00 am IST)