Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોઈ છાત્રના ઓનલાઈન ક્લાસ હવે અટકશે નહીં : સોનૂ સુદ

બોલીવુડ સ્ટાર સોનુ સૂદે કરી મોટી જાહેરાત : દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા સાથે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી

મુંબઈ, તા. ૧૦ : બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ કરીને ચર્ચામાં છવાયેલો રહે છે. સૌથી પહેલા સોનુ સૂદ ચર્ચામાં ત્યારે આવ્યો હતો, જ્યારે તેણે કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા સાથે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી. આ બાદ પણ સોનુ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિની સતત મદદ કરી રહ્યો છે. હાલમાં પણ લોકો સોશિયલ મીડિયા દ્વારા સોનુ સૂદ પાસે મદદ માગતા રહે છે અને સોનુ આવા લોકોની મદદ પણ કરતો રહે છે. હવે સોનુ સૂદે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહ્યું કે હવે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવામાં તે બાળકોની મદદ કરશે. સોનુ સૂદે પોતાની નવી પહેલની જાહેરાત કરતા એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

            જેના પર લખ્યું છે, મારા દેશના કોઈપણ જરૂરિયાતમંદ બાળકની ઓનલાઈન ક્લાસ હવે અટકશે નહીં. જલ્દી આવી રહ્યો છે મારો આગલો પ્રયાસ. આ તસવીરને શેર કરતા સોનુએ લખ્યું, ભણશે ભારત, ત્યારે જ તો આગળ વધશે ભારત. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનુ સૂદને થોડા દિવસો પહેલા જ લીડ રોલ માટે ફિલ્મ 'કિસાન'માં સાઈન કરાયો છે. સોનૂ સૂદના લીડ રોલવાળી ફિલ્મ 'કિસાન'ને ઈ નિવાસ ડાયરેક્ટ કરશે. આ ફિલ્મને રાજ શાંડિલ્ય પ્રોડ્યૂસ કરી રહ્યા છે, જેમણે આયુષ્માન ખુરાનાની સુપરહીટ ફિલ્મ 'ડ્રીમગર્લ'નું ડિરેક્શન કર્યું હતું. હજુ ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત કરાઈ નથી.

(12:00 am IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST

  • વિરાટ કોહલી પિતા બન્યાઃ પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમના પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના આગમનથી પરિવારમાં ઉત્સાહ છવાયો છે. access_time 4:44 pm IST

  • બોરસદમાં પતંગની દોરીએ 7 વર્ષનાં બાળકનો ભોગ લીધો. સૂર્ય મંદીર રોડ પર પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું access_time 9:09 pm IST