Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોરોનાની બે વેક્સિનના ઉપયોગની ઈમરજન્સી મંજૂરી બાદ દેશમાં બનશે ત્રીજી રસી :મોડર્ના સાથે સરકારની વાતચીત

વેક્સિનો કોઈ ભારતીય કંપનીના સહયોગથી બને છે તો તેની કિંમત ઓછી થશે.

નવી દિલ્હી : દેશમાં કોરોના વિરૂદ્ધની લડાઈમાં નિર્ણાયક મોડમાં પહોંચી છે. સરકારે 16 જાન્યુઆરીથી વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. બધી જરૂરી તૈયારીઓ પણ કરી લેવાઈ છે. દેશભમાં કોરોનાની બે વેક્સિનના ઉપયોગની ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક જ સમયમાં ભારત આવી શકે છે.

 સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર હાલમાં મોડર્નાની વેક્સિનને ભારતમાં લાવવા માટે આઈઆઈએલ વાત ચાલી રહી છે. જોકે, હાલમાં માત્ર તે વાતની શક્યતા જોવામાં આવી રહી છે કે શું આવું થઈ શકે છે કે નહીં અને ચર્ચા પણ શરૂઆતના રાઉન્ડમાં છે.

મોડર્ના અને ફાઈઝર જેવી વેક્સિનો કોઈ ભારતીય કંપનીના સહયોગથી બને છે તો તેની કિંમત ઓછી થશે. આ મામલામાં મોડર્ના એકમાત્ર કંપની છે, જેના સાથે વાતચીત ચાલી રહી છે, આવી અન્ય કંપનીઓ પણ છે. સૂત્રો અનુસાર, ભારતમાં mRNA ટેકનોલોજીની વેક્સિનનું ઉત્પાદન કરવું સરળ છે. જો વાતચીત સફળ રહે છે તો ભારતમાં 2-3 મહિનાની અંદર જ મોડર્ના વેક્સિનનું ઉત્પાદન શરૂ થઈ જશે.

(12:00 am IST)