Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી મમતા બેનર્જી મળ્યા : CAA, NRC, NPRને ખેંચવા માંગ

સિટિઝનશીપ એક્ટના મુદ્દા ઉપર ફેરવિચારણાની મુખ્યમંત્રી મમતા બેનર્ર્જીની અપીલ : કોલકાતામાં રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી મમતા બેનર્ર્જી ની ૨૦ મિનિટ સુધી બેઠક ચાલી : વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં : આજે કેટલાક કાર્યક્રમો

કોલકાતા, તા. ૧૧ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે કહ્યું હતું કે, તેઓ સુધારવામાં આવેલા સિટિઝનશીપ એક્ટ પર ફેરવિચારણા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી ચુક્યા છે. સાથે સાથે સીએએ, એનઆરસી અને એનપીઆરને પરત ખેંચવા માટેની માંગ કરી ચુક્યા છે. રાજભવન ખાતે વડાપ્રધાન સાથે યોજાયેલી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને તેમને દિલ્હી આવવા અને મામલા પર ચર્ચા કરવા માટે કહ્યું છે. બેનર્જીએ વડાપ્રધાન સાથેની તેમની બેઠકને કર્ટસી બેઠક તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે, નાણાંકીય સહાયતાના પરિણામ સ્વરુપે મુદ્દાઓ ઉપર પણ ચર્ચા વિચારણા થઇ ચુકી છે. નાણાંકીય સહાયતાના સંદર્ભમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ઉપર વાતચીત થઇ છે. સહાયતા પશ્ચિમ બંગાળ સરકારને હજુ સુધી મળી નથી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, બેઠક પરંપરાગતરીતે હતી.

                કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને નહીં મળેલી ૨૮૦૦૦ કરોડ રૂપિયાની સહાયતાના સંદર્ભમાં પણ માહિતી મળી ચુકી છે. વડાપ્રધાનને ૨૮૦૦૦ કરોડ રૂપિયાની સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. નાગરિક સુધારા કાનૂનની સામે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંગાળ પહોંચ્યા હતા. કોલકાતામાં બેનર્જીએ તેમને મળીને જુદા જુદા વિષયો ઉપર રજૂઆત કરી હતી. રાજભવનમાં યોજાયેલી બેઠક આશરે ૨૦ મિનિટ સુધી ચાલી હતી. મુલાકાત બાદ મમતા બેનર્જીએ બેઠકને શિષ્ટાચાર બેઠક તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે, બેઠક દરમિયાન તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆરના મુદ્દા ઉપર પોતાની રજૂઆત કરી ચુક્યા છે. ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરીઓ વડાપ્રધાન મોદીના બંગાળના પ્રવાસનો વિરોધ કરી રહ્યા છે. વિરોધી દળોએ કોલકાતામાં જુદી જુદી જગ્યાઓએ ગો બેક મોદીના પોસ્ટર લગાવ્યા હતા. ટ્વિટર ઉપર પણ ટ્રેન્ડ પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ બાબત છે કે, મોદી સાથે બેઠક બાદ મમતા બેનર્જીએ કેટલાક કાર્યક્રમો યોજ્યા હતા. તૃણમુલ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન અને ડાબેરી કાર્યકરોએ બંગાળના જુદા જુદા હિસ્સામાં સુધારેલા નાગરિક કાનૂનની સામે વિરોધ પ્રદર્શન રૂ કરી દીધા છે. મમતા બેનર્જી પોતે પણ સીએએની સામે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. કોલકાતા પહોંચેલા મોદીને મમતા બેનર્જી રાજભવનમાં મળવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન સાથે એનઆરસી સહિતના મુદ્દા પર વાતચીત થઇ છે.

                 સીએએ અને એનઆરસીને પરત લેવાની રજૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનનો કાર્યક્રમ એવા સમય પર યોજાઈ રહ્યો છે જ્યારે બંગાળમાં નવા નાગરિક કાનૂનને લઇને વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન જારી છે. મોદી સામે દેખાવકારોએ નારા લગાવ્યા હતા. દેખાવકારોએ કહ્યું હતું કે, જ્યાં સુધી કાનૂનને પરત લેવામાં આવે ત્યાં સુધી અમારા આંદોલનને જારી રાખવામાં આવશે. મોદી કોલકાતા આવીને તપાસ કરી શકે છે. આનાથી શહેરના માહોલને બગાડવાથી રોકી શકાય છે. રાજ્યપાલ જગદીપ ધનખડ, રાજ્યના મંત્રી ફરહાદ હકીમ, ભાજપના બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષ પણ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ મોદીને મળીને રજૂઆત કરી હતી. મોદી આવતીકાલે રવિવારના દિવસે પણ કોલકાતામાં રહેશે. મોદી કોલકાતા બંદર ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે સાથે મોદી અને મુખ્યમંત્રી બંને આવતીકાલે નેતાજી ઇન્દોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે.

(7:37 pm IST)