Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી : ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા : 190 રસ્તાઓ બંધ : અનેક ગામો સંપર્ક વિહોણા

ગઢવાલ ક્ષેત્રમાં ગામડાઓ અને કસ્બામાં વીજળી સપ્લાય ઠપ : વિધાનસભાનું પરિસર પણ બરફથી છવાઈ ગયુ

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. ત્યારે ઉત્તરાખંડમાં પણ ગત રાતે હિમવર્ષા થઈ હતી. જેથી લોકોએ પરેશાની વેઠવી પડી હતી. ઉતરાખંડમાં ભારે વરસાદથી 190 રસ્તાઓ બંધ છે

ગઢવાલ ક્ષેત્રમાં ગામડાઓ અને કસ્બામાં વીજળી સપ્લાય ઠપ થયો છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજ્યમાં પાંચ હજાર ફૂટથી વધુ ઉંચાઈ વાળા વિસ્તારમાં બરફ વર્ષા થઈ છે. જેથી હાઈવે બંધ થયા છે. ઉત્તરાખંડ વિધાનસભાનું પરિસર પણ બરફથી છવાઈ ગયુ છે.

(11:40 am IST)