Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

બજેટમાં આમ આદમી માટે રાહતો જાહેર થશે

આયકર છૂટ ઉપરાંત હાઉસીંગ ક્ષેત્રે છૂટછાટ મળશે

નવી દિલ્હી તા. ૧૧ :.. મોદી સરકાર-ર ના પહેલા પૂર્ણ બજેટમાં વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને આર્થિક મજબુતી વધારવા પર ભાર મુકાશે. મોદી સરકરે પોતાના પાછલા બજેટમાં કોર્પોરેટ કરમાં રાહત આપી હતી. માનવામાં આવે છે કે હવે સામાન્ય જનનો નંબર છે અને તેને લાભ આપવામાં આવશે. આમાં આવકવેરા અને ભાડાના મકાનની પરિયોજનાઓમાં રાહત મળી શકે છે.

બજેટમાં માળખાગત મજબુતી પર ભાર મુકાવાના અણસાર છે. આમાં સરકારની લાંબા ગાળાની યોજનાઓની જોગવાઇ વધારે હશે. સુત્રો અનુસાર, સરકાર પાસે ચાર વર્ષથી પણ વધારે સમય છે એટલે તે લોકોને લોભાવતી જાહેરાતોથી બચશે અને કેટલાક મોરચા પર કડક નિર્ણયો પણ લઇ શકે છે. જો કે તેમાં ગરીબ અને મધ્યમ વર્ગને આકર્ષવા પર પણ પુરૂ ધ્યાન અપાય તેવા સંકેત છે. ખાસ કરીને પગારદાર વર્ગને આવકવેરામાં આ વખતે કેટલીક રાહતો મળવાની શકયતા છે.

બજેટને અંતિમ રૂપ આપતા પહેલા સરકાર અને ભાજપાએ બધા વર્ગો સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે જેથી તેનો સમાવેશ કરી શકાય. બજેટ પર વિભીન્ન  વર્ગો પાસેથી સરકારને જે પ્રતિક્રિયાઓ અને સૂચનો મળ્યા છે, તેમાં પક્ષમાંથી મળેલા સુચનો પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પક્ષ ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ આગળ વધારવાની સાથે સાથે મધ્યમ વર્ગ માટે વધારે સવલતો ઇચ્છે છે.

(11:34 am IST)