Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ચીનમાં સગર્ભા ગાયને હલાલ કરવા લઇ જઇ રહ્યો હતો કસાઇઃ પછી થયો ચમત્કાર

 લોકો માંસ મટન ખૂબ આનંદથી ખાય છે પણ કસાઇ ખાનામાં જાનવરો પર કેવા અત્યાચાર કરવામાં આવે છે કદાચ થોડા લોકો વિશે વિચારી,સમજી શકતા હોય કહેવામાં આવે છે કે જાનવરોમાં પણ માણસના જેવી લાગણી હોય છે. જેનુ તાજુ ઉદાહરણ ચીનનો એક વાયરલ મીડીયામા જોવા મળ્યું.

દિલને સ્પર્શી જાય તેવા વિડીયોમાં ચીનમાં ગુઆંગડોંગ ના શાન્તાડ નો બતાવાઇ રહ્યા છે આમા ગાય અને કસાઇ નજર આવી રહ્યા છે. વિડીયોમાં કહેવાય રહ્યું છે કે  સગર્ભા ગાયને કસાઇ હલાલ કરવા માટે લઇ જઇ રહ્યો હતો ત્યારે ગાયએ ઘૂંટણ ટેકવી દીધા અને કસાઇ ખાનામા જવાનો ઇન્કાર કર્યો.

વીડિયોમાં પણ દાવો થઇ રહ્યો છે કે ગાયની આંખોમા આંસુ હતા અને એવુ લાગ રહ્યું  હતું કે ગાય કસાઇથી જાનની ભીખ માંગી રહી હતી.

વીડિયો વાયરલ થયા પછી સોશ્યલ મીડિયા પર સગર્ભા ગાયને બચાવવા માટે લોકો આગળ આવ્યા અને . લાખ  રૂપિયા એકઠા કરી કસાઇને આપ્યા અને ગાયને મુકત કરવા કહ્યું.

બારામાં લિન વાંગબોએ ચીનના પેપર ને બતાવ્યુ કે ગાયને એક કસાઇએ ખરીદી હતી તે એને ટ્રકમાંથી ઉતારી કસાઇ ખાના લઇ જઇ રહ્યો હતો. પણ ગાયએ ઘૂંટણી ટેકવી દીધા અને આગળ જવાનો ઇન્કાર કર્યો. ગાયની આંખોમાં સતત આંસુ વહી રહ્યા હતા.

ગુઆંગડોગ ટીવીના મુતાબીક કસાઇ અને સગર્ભા ગાયનો વીડિયો વાયરલ થયા પછી લોકો આગળ આવ્યા અને ગાયને છોડવવા માટે માંગ કરી. પછી કસાઇનુ દિલ પીગળી ગયું અને એમણે ગાયની કીંમત લઇએને જિયાંગના બૌદ્ધ ગોલ્ડન લાયન મંદિરને સોંપી દીધી હતી.

(8:50 am IST)