Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પૂર્વ ગૃહમંત્રી શુશીલકુમાર શિંદેએ મોદીને હિટલર ગણાવ્યા : શુશીલકુમારે કહ્યું મોદીજી જેવું તો હિટલર પણ નહોતો કરતો

નવી દિલ્હીઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ પીએમ મોદીની સરખામણી જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે કરી છે. સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે જો મોદી એ હિટલર નથી તો શું છે. લોકતંત્રમાં નોટબંધી હંમેશા કરવામાં આવી છે, પરંતુ આવું પહેલીવાર થયું કે પોલીસના નિર્દેશ પર સોલાપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની પિટાઈ કરવામાં આવી હોય. તેમણે કહ્યું કે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની જેમ કામ કરે છે, તેઓ તાનાશાહ છે, તેઓ કોઈની પણ નથી સાંભળતા.

 પીએમ મોદીની આકરી ટિકા કરતાં શિંદેએ કહ્યું કે પીએમ મોદી કોઈની નથી સાંભળતા. તેમણે સીબીઆઈ ડિરેક્ટરને તેમના પદ પરથી અડધી રાત્રે હટાવી દીધા, તેમણે નોટબંધી થોપી, આ તાનાશાહ નથી તો બીજું શું છે. શું તેમણે આ વિષે ક્યારેય કોઈને પૂછ્યું હતું. શું તેમણે નાણામંત્રી અથવા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા સાથે આ વિષયમાં પૂછ્યું હતું, બસ તેમને લાગ્યું કે આવું કરવું જોઈએ અને તેમણે કરી નાખ્યું. આ બિલકુલ તાનાશાહ છે.મોદીજી જેવું તો હિટલરે પણ નહોતું કર્યું 

(12:53 pm IST)