Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પ્રેમમાં પડેલા CAને જ્યાં ત્યાં આઇ લવ યુ લખવું ભારે પડયું

યુવતીની ફરિયાદ બાદ જવું પડયું જેલ

મુંબઈ તા. ૧૧ : મુંબઈના ચેમ્બૂરમાં ૫૦ વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જે 'કલાકારી' કરી તેના કારણે જેલમાં જવું પડ્યું. આરોપી કેતન શાહે વારંવાર શહેરની અલગ અલગ દીવારો પર એક યુવતીના નામે મેસેજ લખ્યા, જેના કારણે યુવતીએ ફરિયાદ નોંધાવી. પોલીસે થોડા દિવસ સુધી મેસેજ લખનારા વ્યકિતને ફોલો કર્યો અને કારની માહિતીથી તેની ધરપકડ કરી.

કેતન પર આરોપ છે કે તેણે અનેક સાઈનબોર્ડસ, મેટ્રો પ્રોજેકટ બેરિયર્સ, દીવારો અને રોડની આજુબાજુ જયાં જગ્યા મળી તેના પર તેના પર યુવતીના નામે મેસેજ લખી નાંખ્યા. પહેલા તો મેસેજ પર કોઈનું ધ્યાન ન આપ્યું પરંતુ જયારે યુવતીના ઘરની બહાર 'આઈ લવ યૂ' લખ્યું ત્યારે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી.

કેસની તપાસ કરી રહેલા સુનીલ કાલે કહે છે, 'મહિલાએ ફરિયાદ કરી હતી કે કોઈ તેનું નામ દરેક જગ્યાએ લખે છે. આ ઘટના ત્યારે સામે આવી જયારે તેના ઘરની બહાર નામ લખ્યું. છ જગ્યા પર પંચનામું કર્યું તો દરેક જગ્યાએ એક સરખો મેસેજ મળ્યો. તપાસ કરતા એક વ્યકિત એસયૂવી કારમાં આવતો અને દિવાલ પર કંઈક લીને જતો રહેતો હતો.'

પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા કેતન શાહ નામનો વ્યકિત વીડિયોમાં જોવા મળ્યો. પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરી તો તેણે સ્વીકાર્યું કે આ બધા મેસેજ તેણે લખ્યા છે. કેતન શાહનું કહેવું હતું કે 'હું તે યુવતીને પ્રેમ કરૃં છું. મને ખબર પડી કે મારા મેસેજને ફોલો કરવામાં આવી રહ્યા છે તો મે પોલીસને કન્ફયૂઝ કરવા માટે બીજી યુવતીઓના નામ પણ લખ્યા.'(૨૧.૬)

 

(11:37 am IST)