Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સવર્ણોને 10 ટકા અનામતનો વિરોધ: દલિત અને ઓબીસી સંગઠનો દ્વારા આંદોલન કરવા તૈયારીઓ

દિલ્હીમાં સંગઠનો સાથે જોડાયેલ લોકોની બેઠક મળી :નિર્ણંય પાછો નહિ ખેંચાય તો લોકો રસ્તા પર ઉતરશે

નવી દિલ્હી :સવર્ણોને અનામત આપવાના નિર્ણય સામે દલિતો અને ઓબીસી સમુદાયે વિરોધ શરુ કરી દીધો છે. આગામી દિવસોમાં નિર્ણયની સામે કેટલાક સંગઠનો આંદોલન કરવા માટે કવાયત કરી રહ્યા છે. દિલ્હીમાં કેટલાક દલિત અને ઓબીસી સંગઠનો સાથે જોડાયેલા લોકોની બેઠક પણ મળી હતી.

  યાદવ સેના નામના સંગઠનના અધ્યક્ષ શિવકુમાર યાદવે કહ્યુ હતુ કે ભાજપ સત્તા પર આવ્યા બાદ ડો.આંબડેકરના સપનાના ભારતના સંવિધાનને બદલવા માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર આ નિર્ણય પાછો નહી ખેંચે તો લોકો ફરી રસ્તા પર ઉતરશે. આંબેડકર મહાસભા પણ 10 ટકા અનામતના નિર્ણય સામે રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની તૈયારીમાં છે.

(10:17 pm IST)