Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

નાટકીય ઘટનાક્રમ :માત્ર 36 કલાકમાં સીબીઆઈના ચીફ આલોક વર્માને પાણીચું:ફાયર સેફ્ટિમાં ડીજી તરીકે મુકાયા

નવી દિલ્હી :એક નાટકીય ઘટનાક્રમમાં આજે રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાયેલી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય લીધો છે તેઓને ફાયર સેફટીના ડીજી તરીકે મુકવામાં આવ્યા છે

  આલોક વર્મા ગઈકાલે જ કામમાં પાછા ફર્યા હતા ,વડાપ્રધાન મોદી,-સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને વિપક્ષી નેતા ખડગે વચ્ચે અડધી કલાક મંત્રણા ચાલી હતી ત્યારબાદ પસંદગી સમિતિએ બે-એક થી તેમને હટાવવા નિર્ણ્ય કર્યો હતો

  વિપક્ષી નેતા ખડગેએ  વિરુદ્ધમાં મત આપ્યો હતો અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશથી હજુ ગઈકાલે જ  સીબીઆઇના ડાયરેક્ટર તરીકે પાછા ફર્યા હતા પરંતુ આજે તેમેને ભ્રષ્ટ્રાચાર અને  કામ બરોબર નહિ કરવાના આરોપસર પસંદગી સમિતિએ ફરજ મુક્ત કર્યા હતા વિપક્ષી નેતા ખડગેએ આલોક વર્માને હટાવવાનો વિરોધ કર્યો હતો

(12:00 am IST)