Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પશ્ચિમ બંગાળમાં ઇશરત જહાંને ચૂંટણી લડાવવા ભાજપની તૈયારી

પંચાયતી ચૂંટણીમાં પણ ભાજપ ઘણા મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતારશે

કોલકાતા ;હિન્દુવાદ તરફી વિચારધારા ધરાવનારા મનાતા ભાજપે પશ્ચિમ બંગાળમાં ગયા નવેમ્બરમાં મુસ્લિમ સંમેલન યોજ્યા બાદ આગામી દિવસોમાં બીજીવાર મુસ્લિમ સંમેલન કરવા આયોજન ઘડ્યું આગામી પંચાયતી ચૂંટણી જીતવા ભાજપે કવાયત હાથ ધરી છે ત્યારે  તાજેતરમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ અપીલ દાખલ કરનારી પશ્ચિમ બંગાળની ઈશરત જહાં ભાજપમાં સામેલ થઈ છે. ઈશરત જહાં ઈચ્છશે તો તેને ચૂંટણી લડાવવા માટેની પણ ભાજપના નેતાઓ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. પંચાયતી ચૂંટણીમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં ઘણાં મુસ્લિમ ઉમેદવારો ઉતારશે તેવું નિશ્ચિત મનાય છે.

(11:54 pm IST)