Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જમ્મુ કાશ્મીર : અફઝલના પુત્રને ૮૮ ટકા માર્ક મળ્યા

ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષાનું પરિણામ

જમ્મુ, તા.૧૧, જમ્મુ કાશ્મીરમાં બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આમા અનેક વિદ્યાર્થીઓએ સારા નંબર હાસલ કરી લીધા છે. જો કે સૌથી વધારે ચર્ચા ત્રાસવાદી અફઝલગુરુના પુત્ર ગાલિબ ગુરુની રહી છે. ગાલિબ ગુરુ ૧૨માં ૮૮ ટકા માર્ક લાવી શક્યો છે. ગાલિબના પિતા અફઝલગુરુને ૨૦૦૧માં ભારતીય સંસદ પર હુમલા મામલે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ૨૦૧૩માં અફઝલને ફાંસી આપવામાં આવી હતી. ગાલિબે ૫૦૦માંથી ૪૪૧ માર્ક્સ મેળવ્યા છે. ૧૦માં પણ ગાલિબને ૯૫ ટકા માર્ક્સ મળ્યા હતા.

(9:33 pm IST)