Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મારૂતિ અને હોન્ડાએ કારની કિંમતો વધારી

નવી દિલ્હી તા. ૧૧ :  દેશના સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતી સુઝુકી ઇંડિયા અને હોન્ડા કાર્સ ઇન્ડિયાએ પોતાની કારના ભાવમાં રૂ. ૩૨૦૦૦ જેટલો વધારો કર્યો હોવાની જાહેરાત કરી હતી. મારુતીએ જણાવ્યું હતું કે એની કારના ભાવોમાં રૂ. ૧૭૦૦થી રૂ. ૧૭૦૦૦નો વધારો મોડેલને આધારે કરવામાં આવ્યો છે.

પ્રશાસકીય, ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ અને અન્ય ભાવ વધારાને લીધે એમણે ઉપરોકત ભાવવધારો કર્યો છે અને એ બુધવારથી અમલમાં આવશે. એજ રીતે હોન્ડાએ જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં નિર્મિત બધા જ મોડેલો પર ૮મી જાન્યુઆરીથી રૂ. ૬૦૦૦થી રૂ. ૩૨૦૦૦ સુધીના ભાવ વધાર્યા હતા.

(9:38 am IST)