Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ભારતીય સેના દ્વારા પોખરણમાં કરાયું M-777 હોવિત્ઝર તોપનુંં સફળ પરિક્ષણ

 

નવી દિલ્હી : ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેંજમાં એમ-777 હોવિત્ઝર તોપના માધ્યમથી સટીક નિશાના પર બ્લાસ્ટ કર્યો. પરિક્ષણ સોમવારે કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સેનાએ જાહેર કર્યો છે. અમેરિકાથી મળેલી M-777 હોવિત્ઝર તોપોના માધ્યમથી એક્સકેલિબર ગાઇડેડ ગોલે ટાર્ગેટ પર બ્લાસ્ટ કરી નિશાનાને ખતમ કરવામાં સફળતા મળી છે. બોમ્બનો ઉપયોગ કરીને કોઇ ખાસ જગ્યાને નિશાન બનાવી હુમલો કરી શકાય છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સેના દ્વારા થોડા દિવસો પૂર્વે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. રશિયા પાસે ખરીદવામાં આવેલી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ મામલે ભારતે અમેરિકાને પણ મચક આપતા પોતાનો સોદો રશિયા સાથે મકકમ રાખ્યો હતો. જ્યારે એમ-777 હોવિત્ઝર તોપનું સફળતા પૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે અને તોપ ભારતીય સેનાનાં તમામ આયામો પર ખરી ઉતરી હોવાની પુષ્ટી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય સેનાની શક્તિમાં અનેક ગણો વધારો પણ જોવામાં આવશે

(12:57 am IST)