Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

નાગરિક સંશોધન બિલ પસાર થતા ઉત્તર -પૂર્વના બંગાળી વિસ્તારો ટાર્ગેટ બન્યા

ઉત્તર પૂર્વ ભારતમાં ગંભીર પડઘા પડવા શરૂ : વિવિધ સંસ્થાઓએ 48થી 60 કલાક બંધન એલાન દીધા

નવી દિલ્હી : નાગરિક સંશોધન બિલ CAB પસાર થતા ઉત્તર-પૂર્વ ભારતમાં તેના ગંભીર પડઘા પડવા શરૂ થયા છે વિવિધ સંસ્થાઓએ 48 થી 60 કલાક બંધના એલાન આપ્યા છે,જાણીતા પત્રકાર કાલ્લોલ ભટ્ટાચાર્યજી ટ્વીટ કરીને જણાવે છે કે આસામ સમજૂતી અને રાજીવ- TNV સમજૂતીના ફાયદાઓ એક જ દિવસમાં ભસ્મીભૂત થઇ ગયા છે,

દરમિયાન મળતા અહેવાલો મુજબ આજે મેઘાલય અને શિલોન્ગમાં ખાંસી દેખાવકારોએ બંગાળી વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા છે અને બહાર પડેલી કારને નિશાન બનાવી ભુક્કા બોલાવી દીધા છે.

(10:13 pm IST)