Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

લોકસભામાં SC-ST માટે અનામત 10 વર્ષ વધારાઈ :

25 જાન્યુઆરી, 2030 સુધી બેઠકોના અનામતને વધારવા માટે સંસદમાં બિલ પાસ

નવી દિલ્હી :બંધારણ સંશોધન (126મું) બિલ લોકસભાથી પાસ થઇ ગયું છે. બિલને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રજૂ કર્યું હતું  રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યું કે 2011ની જનગણતરી અનુસાર દેશમાં 296 એંગ્લો ઇન્ડિયન છે. તેઓએ કહ્યું કે એંગ્લો ઇન્ડિયન માટે એક જોગવાઇ પણ છે. પરંતુ  આ બિલમાં તેને લાવવામાં આવ્યું નથી.

 એંગ્લો-ઇન્ડિયન સમુદાય, એસસી, એસટી માટે અનામત 25 જાન્યુઆરી 2020ના દિવસે પૂર્ણ થઇ રહ્યું છે. આગળના 10 વર્ષો માટે એટલે કે 25 જાન્યુઆરી, 2030 સુધી બેઠકોના અનામતને વધારવા માટે આ બિલ છે. જ્યારે તેમા સંસદમાં એંગ્લો ઇન્ડિયન ક્વોટાને ખતમ કરવાની જોગવાઇ છે.

બંધારણ સંશોધન (126મું) બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. આ બિલમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે બેઠકોમાં અનામત 10 વર્ષ માટે વધારવાની જોગવાઇ છે. ત્યારે તેમા સંસદમાં એંગ્લો ઇન્ડિયન ક્વોટા ખતમ કરવાની પણ જોગવાઇ છે.

આ બિલમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપવામાં આવેલા અનામતને 10 વર્ષ સુધી વધારવાની જોગવાઇ છે. એંગ્લો-ઇન્ડિયન, એસસી અને એસટીને આપવામાં આવતું અનામત 25 જાન્યુઆરી, 2020ના દિવસે સમાપ્ત થઇ રહ્યું છે. ત્યારે એસસી અને એસટીને આપવામાં આવતું અનામત દસ વર્ષો માટે, એટલે કે 25 જાન્યુઆરી 2030 સુધી વધારવા માટે બિલ રજુ કરવામાં આવ્યું છે.

(9:19 pm IST)