Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

લોકશાહીમાં માત્ર માથા જ ગણાય છે દિમાગ નહીં

આઝમ ખાન દ્વારા ફરીથી પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા.૧૦ : લોકસભામાં રજૂ કરવામાં આવેલા નાગરિક સુધારા બિલને પાસ કરવામાં આવ્યા બાદ દેશભરમાં છેડાયેલી ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા અને હંમેશા વિવાદમાં રહેતા આઝમ ખાને કહ્યું છે કે, મુસ્લિમો સૌથી મોટા દેશભક્ત તરીકે છે. મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, મુસ્લિમોની પાસે ૧૯૪૭માં વિભાજનના સમયે પાકિસ્તાન જવા અથવા તો ભારતમાં રહેવા માટેના વિકલ્પ હતા. તેમણે અહીં જ રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો જેથી મુસ્લિમ સૌથી મોટા દેશભક્ત તરીકે છે. ખાને પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી ડિસેમ્બર ૨૦૧૪થી પહેલા ભારત આવેલા બિન ઇસ્લામિક શરણાર્થીઓને નાગરિકતા આપવાના બિલને લોકસભામાં પાસ કરવાના સંદર્ભમાં પ્રશ્નોના જવાબમાં આ મુજબની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં માત્ર માથા ગણાય છે દિમાગ ગણાતા નથી.

(7:57 pm IST)