Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કેન્દ્ર સરકારે કહ્યું મહિલા સુરક્ષા અમારી પ્રાથમિકતા : અનેક પગલાં લેવાયા

યૌન ગુનેગારોના ડેટા બેઝ લોન્ચ કરવા સહીત મહિલાઓ વિરુદ્દ ગુન્હા રોકવા સરકાર પ્રયત્નશીલ

નવી દિલ્હીઃ હૈદરાબાદ ગેંગ રેપ અને હત્યા સહિત મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાના ઘણા અન્ય મામલાઓ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે કહ્યું કે મહિલા સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. સરકારે જણાવ્યું કે દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે ઘણા પગલા ભરવામાં આવ્યા છે.

 કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં એક લેખિત ઉત્તરમાં યૌન ગુનેગારો પર એક ડેટાબેઝ લોન્ચ કરવા સહિત મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા માટે સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાઓ મામલે જણાવ્યું. તેમણે કહ્યું કે અપરાધિક કાયદો (સંશોધન), અધિનિયમ 2013 ને યૌન ગુનાઓ રોકવા માટે લાગૂ કરવામાં આવ્યો હતો.

 પાંચ વર્ષ બાદ ક્રિમિનલ લો અધિનિયમ 2018 માં 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે દુષ્કર્મ માટે મૃત્યુદંડ સહિત અન્ય પણ કેટલાક કડક પ્રાવધાનો બનાવવામાં આવ્યા છે. આ એક્ટમાં પ્રત્યેક 2 મહિનાની અંદર તરાસ પૂરી થવા અને પરીક્ષણને અનિવાર્ય કરવા કહેવામાં આવ્યું છે. ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ અત્યારે ઈમરજન્સી સ્થિતિઓ માટે પૈન-ઈન્ડિયા, એકલ, આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત ફોન નંબર (112) આધારિત સિસ્ટમ પ્રદાન કરે છે.

 આમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સ્માર્ટ પોલીસિંગ અને સુરક્ષા વ્યવસ્થામાં સહાયતા માટે ટેક્નોલોજીના ઉપયોગના માધ્યમથી આઠ શહેરો, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ અને મુંબઈમાં પ્રથમ ચરણમાં સેફ સિટી પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. નાગરિકોને અશ્લીલ સામગ્રીનો રિપોર્ટ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા 20 સપ્ટેમ્બર 2018 ના રોજ એક સાઈબર-અપરાધ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.

(7:32 pm IST)