Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વિશ્વની ૧૦૦ ટૉચની કંપનીઓ એ અધધધ ૪૨૦ અબજ ડોલરનો મોતનો સામાન વેંચ્યો

ભારતનો પણ સમાવેશ : નજીવો હિસ્સો : ચીનનો સમાવેશ થતો નથી

સ્ટોકહોમ, તા. ૧૦: વિશ્વભરમાં વેચાતા હિથયારોની હેરાફેરી પર સ્ટોકહોમની સંસૃથા 'સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પિસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ- સિપ્રી)' નજર રાખે છે. તેનો વૈશ્વિક અહેવાલ રજૂ થયો હતો. એ પ્રમાણે ૨૦૧૮માં વિશ્વનું હિથયાર માર્કેટ ૪.૬ ટકા વધીને ૪૨૦ અબજ ડાઙ્ખલરના આંકડે પહોંચ્યુ હતું.

૨૦૧૭ કરતાં આ આંકડો ૫ ટકા મોટો છે, પરંતુ ૨૦૦૨ની સરખામણીમાં આંકડો ૪૭ ટકા વૃદ્ઘિ પામ્યો છે. સિપ્રી આ રિપોર્ટ વિશ્વના ૧૦૦ સૌથી મોટા હિથયાર ઉત્પાદકોના વેચાણ આંકડાના આધારે નક્કી કરે છે.

જોકે આ આંકડામાં ચીનનો સમાવેશ થતો નથી. કેમ કે ચીની કંપની, ચીની સરકાર સાચા આંકડા જાહેર કરતી નથી. માટે સિપ્રીનો આંકડો વૈશ્વિક હોવા છતાં ચીનનો તોતિંગ હિસ્સો તેમાંથી બાકાત રહે છે.

સૌથી મોટા હિથયાર ઉત્પાદક, માર્કેટ લિડર તરીકે અમેરિકાનું નામ આગળ છે. ૪૨૦ અબજ ડાઙ્ખલરના માર્કેટમાં ૧૦૦ કંપનીઓનો સમાવેશ થાય છે. એમાંથી ૫૯ કંપનીઓ એકલા અમેરિકાની છે.

અમેરિકા ઉપરાંત યુરોપિયન સંઘની કંપનીઓ છે, જયારે રશિયાની દસ કંપનીઓને પણ વૈશ્વિક માર્કેટમાં સૃથાન મળ્યું છે. અમેરિકા, ફ્રાન્સ, ઈટાલિ, ઈઝરાયેલ, દક્ષિણ કોરિયા વગેરે દેશોની કંપનીઓના વેચાણમાં ખાસ્સો વધારો નોંધાયો છે. ભારત, જર્મની, યુનાઈટેડ કિંગડમ, રશિયા વગેરે દેશોના વેચાણમાં ઘટાડો થયો છે.

ભારતને પણ પ્રથમ ૧૦૦ કંપનીઓમાં સૃથાન મળ્યું છે. ભારતનો હિસ્સો જોકે માર્કેટમાં ૧.૪ ટકા જેટલો નજીવો છે.

(4:01 pm IST)