Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કાશ્મીરમાં ઇન્ટરનેટ શરૂ કરવા અમેરીકી સંસદમાં ઠરાવ મુકાયો!!

૨૫ હજારથી વધુ ભારતીય અમેરીકનોએ ઇ-મેઇલ કરી ઉગ્ર વિરોધ કર્યોઃ કાયદો નહિ બની શકે

 ભારતીય-અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે અમેરિકી સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કરીને જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાનો અને અટકાયતમાં લેવાયેલા લોકોને છોડી મૂકવા માગ કરી છે. પ્રમિલા જયપાલે ભારતને જમ્મુ કાશ્મીરમાં લાગુ કરાયેલા સંચાર પ્રતિબંધોને બને તેટલી ઝડપથી દૂર કરવા અને ત્યાં વસતા તમામ લોકોની ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષિત રાખવાની અપીલ કરી છે. પ્રમિલાએ અનેક સપ્તાહના પ્રયત્ન બાદ ત્યાંની પ્રતિનિધિ સભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેને કેન્સાસના રિપબ્લિકન સાંસદ સ્ટીવ વાટકિંસના રૂપમાં માત્ર એક સદસ્યનું સમર્થન મળ્યું છે.

આ એક પ્રસ્તાવ જ છે તથા બીજા સદનમાં તેના માટે મતદાન નહીં થઈ શકે અને તે કાયદો નહીં બની શકે. આ પ્રસ્તાવ રજૂ થયો તેના પહેલા સમગ્ર અમેરિકાના ભારતીય મૂળના અમેરિકનોએ વિવિધ મંચ પરથી તેનો વિરોધ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ પ્રમિલા જયપાલના કાર્યાલયને આ પ્રસ્તાવ રજૂ ન કરવા માટે ભારતીય અમેરિકનોના ૨૫ હજારથી પણ વધારે ઇમેઇલ મળ્યા હતા. આ ઉપરાંત ભારતીય મૂળના અમેરિકનોએ કાશ્મીર મામલે પ્રસ્તાવ રજૂ કરવાના પ્રમિલાના પગલાં વિરૂદ્ઘ તેમના કાર્યાલયની બહાર શાંતિપૂર્ણ દેખાવો પણ કર્યા હતા.

પ્રસ્તાવમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા લોકોને બને તેટલી ઝડપથી છોડી મુકવા તથા આવા લોકોને રાજકીય ગતિિવિધઓ અને ભાષણોથી દૂર રહેશે તેવા બોન્ડ પર હસ્તાક્ષર કરવાની શરતથી દૂર રાખવા વિનંતી કરવામાં આવી છે. જો કે, ભારત હંમેશા આ પ્રકારની વાતોનો વિરોધ કરતું આવ્યું છે.

(3:55 pm IST)