Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

લાહોરઃ બોમ્બ ધડાકામાં હાફીઝનો પુત્ર માંડમાંડ બચ્યો

RAW સામે આંગળી ચીંધી : ભારતે પાકના આક્ષેપને ફગાવી દીધો

લાહોર,તા.૧૦: લાહોર ખાતે રેલીમાં બોમ્બ ધડાકો થતાં ભારે અફરાતફરીનો માહોલ સજાર્યો હતો અને તેમાં લશ્કર-એ-તોઇબાના સુપ્રીમો હાફિઝ સઇદનો પુત્ર તલ્હા સઈદ બાલ બાલ બચી ગયો છે. આ ધડાકામાં કેટલાક લોકો દ્યાયલ થયા હોવાનું જણાવવામાં આવે છે અને આ રેલીમાં બોમ્બ ધડાકા માટે પાકિસ્તાને ભારતીય એજન્સી રો પર રોપ મુકયો છે.

લાહોર પાસે મહમદ અલી રોડ પર હાફિઝ નો આ પુત્ર ધામિર્ક બેઠકને સંબોધન કરી રહ્યો હતો ત્યારે અચાનક ધડાકો થયો હતો અને ભાગી થઈ ગઈ હતી.

આ ધડાકામાં તોયબાનો એક સમર્થકો માર્યો ગયો છે અને કેટલાક દ્યાયલ થયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પાકિસ્તાને આરોપ મૂકયો છે કે આ ધડાકો ભારતીય એજન્સી રો દ્વારા કરાવવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનના બેહુદા આરોપને નકારી કાઢ્યો છે અને તેનું ખંડન કર્યું છે.

મળતી જાણકારી મુજબ, આ દ્યટના શનિવારની છે. કહેવામાં આવી રહ્યું છે કે તલ્હા સઈદ મોહમ્મદ અલી રોડ સ્થિત જામા મસ્જિદ અલી-ઓ-મુર્તજામાં એક બેઠક કરી રહ્યો હતો, ત્યારે બ્લાસ્ટ થયો. ત્યારબાદ તાત્કાલીક તલ્હાને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો. બ્લાસ્ટમાં એક લશ્કર સમર્થકનું મોત થવાના અહેવાલ છે, જયારે અન્ય એક દ્યાયલ છે. જોકે, પાકિસ્તાની મીડિયાએ પહેલા તેને ગેસ સિલેન્ડર બલાસ્ટ ગણાવ્યો હતો, પરંતુ બાદમાં તેને બોમ્બ બ્લાસ્ટની પુષ્ટિ થઈ.

નોંધનીય છે કે, આતંકવાદને ફાઇનાન્સ કરવાના કેસમાં હાફિઝ સઈદને કોર્ટમાં રજૂ થયાના કલાકોમાં જ આ બ્લાસ્ટ થયો હતો. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, તલ્હા સઈદ જયારે ધાર્મિક મેળાવડામાં પ્રવચન આપવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.

(3:54 pm IST)