Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ફેક એન્કાઉન્ટરમાં પોલીસે તમામને મોતને ઘાટ ઉતાર્યા

ઠાર થયેલા પૈકી બે કિશોર હોવાનો દાવો કરાયો : હૈદરાબાદ રેપ કેસમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર પૈકીના બે આરોપીના પરિવાર દ્વારા કરાયેલ દાવો

હૈદરાબાદ, તા. ૧૦ : હૈદરાબાદ રેપ અને હત્યા કેસના આરોપીના એન્કાઉન્ટરને લઇને વિવાદ હજુ શાંત થયો નથી ત્યારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર પૈકીના બે આરોપીના પરિવારના સભ્યોએ દાવો કર્યો છે કે ચાર પૈકી બે કિશોર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની સામે પરિવારના સભ્યોએ આરોપ કર્યો છે કે ચારેયને પોલીસે ફેક એન્કાઉન્ટર કરીને મારી નાંખ્યા છે. અત્રે નોંધનીય છે કે હૈદરાબાદ એન્કાઉન્ટર પર સવાલ ઉભા થયા બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. માર્યા ગયેલા ચાર અપરાધીઓ પૈકી તમામના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરવામાં આવી ચુકી છે. ચાર આરોપી જે નવીન, જે, શિવા, ચેન્નાકેશવુલુ  અને મોહમ્મદ આરિફના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરવામાં આવી છે. આ તમામ નારાયણપેટ જિલ્લાના ગુડિગંડલા અને જેકલેર ગામના નિવાસી છે. નવીનની માતા લક્ષ્મીએ કહ્યુ છે કે નવી તેમના એકમાત્ર પુત્ર તરીકે હતો. જ્યારે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો ત્યારે તે ૧૭ વર્ષનો હતો. તેનો જન્મ ૨૦૦૨માં થયો હતો. કેટલાક વર્ષ પહેલા તે સ્કુલમાંથી નિકળી ગયો હતો. અમને ટુંક સમયમાં જ ચિન્નાપોરમા સ્કુલમાંથી સર્ટિ મળી જશે જે સ્કુલમાં તે અભ્યાસ કરી રહ્યો હતો. શિવાના પિતા જે રંજનાએ કહ્યુ છે કે તેમને શંકા છે કે પોલીસે તેમના પુત્રને ફેક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. તેમનુ કહેવુ છે કે જો તેમના પુત્રે અપરાધ કર્યો છે તો તેને પોલીસને હવાલે કરી દેવાની જરૂર હતી.સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદ વેટનરી તબીબ પર ગેંગ રેપ અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરીને તેને સળગાવી દેવાની ઘટનાના ૧૦ દિસ બાદ શુક્રવારે વહેલી સવારે ચારેય નરાધમ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા.

એન્કાઉન્ટરની ઘટના બાદ સાઈબરાબાદના પોલીસ કમિશ્નર વીસી સજ્જનારે એન્કાઉન્ટરની જગ્યાથી જ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટના અંગે પુરતી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આરોપીઓ પોલીસના હથિયારને લઈને ભાગી છુટવાના પ્રયાસમાં હતા, જેથી પોલીસને ગોળી ચલાવી દેવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે આરોપી હથિયાર લઈને ભાગી છુટી રહ્યા હતા ત્યારે સ્થળ પર હાજર અધિકારીઓએ તેમને ચેતવણી આપી હતી પરંતુ તેમના ઉપર કોઈ અસર થઈ ન હતી. એન્કાઉન્ટરમાં બે પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી.  સજ્જનારે કહ્યું હતું કે, અમે માનવ અધિકાર પંચ અને અન્ય કોઈ પણ સંગઠનના પ્રશ્નોના જવાબ આપવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ૩૦ મિનિટ સુધી એન્કાઉન્ટર ચાલ્યુ હતું. પોલીસે કહ્યું હતું કે, અમે વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રહ્યા હતા અને ચારેય આરોપીઓને પકડી લીધા બાદ તેમને દસ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ચોથી અને પાંચમી ડિસેમ્બરના દિવસે નરાધમોની પુછપરછ કરવામાં આવી હતી. શુક્રવારે ઘટનાને દોહરાવવા માટે ચારેય આરોપીઓને લઈને અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં આરોપી આરીફ અને ચિંતાકુટાએ પોલીસને હથિયારો આચકી લીધા હતા. આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો કર્યો હતો અને ભાગવાના પ્રયાસ કર્યા હતા. બે આરોપીઓએ પોલીસ પર ગોળીબાર પર કર્યો હતો.શરણે થવા માટે તેમને કહેવામાં આવ્યું હતું પરંતુ વાત ન માનતા સુરક્ષા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

(3:45 pm IST)